બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rule change from 1st june these major changes are going to happen from june 1

તમારા કામનું / એક દિવસ બાદ દેશમાં થવા જઈ રહ્યા છે મોટા ફેરફાર, સામાન્ય માણસના ખિસ્સા પર પડશે સીધી અસર

Arohi

Last Updated: 05:27 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rule Change from 1st June 2023: મેનો મહિનો પુરો થવા જઈ રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફાર થાય છે. એક જૂનથી પણ દેશમાં ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

  • 1 જૂનથી થવા જઈ રહ્યા છે આ ફેરફાર 
  • જેની તમારા ખીસ્સા પર પડશે સીધી અસર 
  • તમારા માટે આ ફેરફાર જાણી લેવા ખૂબ જરૂરી 

દેશમાં દરેક મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થાય છે. મેં મહિનો પુરો થવામાં હવે બે દિવસ જ બાકી છે. એક જૂનથી દેશમાં ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ એવા ફેરફાર છે જે સીધુ સામાન્ય માણસના ખિસ્સાને પ્રભાવિત કરે છે. 

આ ફેરફારની તમારે પહેલાથી જાણકારી હોવી જરૂરી છે. જોકે આ ફેરફારથી કંઈક નુકસાન થશે તો કોઈ જગ્યા પર ફાયદો મળશે. આ ફેરફારમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને સીએનજી-પીએનજીની કિંમતોનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ એક જૂનથી શું શું ફેરફાર થવાના છે. 

ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર થઈ જશે મોંઘા 
દેશમાં એક જૂનથી ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ ખરીદવું મોંઘુ થવા જઈ રહ્યું છે. 21 મેએ જાહેર થયેલા નોટિફિકેશન અનુસાર ઉદ્યોગ મંત્રાલયે ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર પર આપવામાં આવતી સબ્સિડીને ઘટાડી દીધી છે. 

અહીં સબ્સિડી પહેલા 15 હજાર રૂપિયા પ્રતિ કેડબ્લ્યુએચ હતી. તે બાદમાં ઘટીને 10 હજાર રૂપિયા પ્રતિ KWH કરી દેવામાં આવી છે. તેના કારણે ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર ખરીદવું જૂનમાં મોંઘુ થવા જઈ રહ્યું છે. ઈલેક્ટ્રિક ટૂ વ્હીલરના ભાવ 25 અને 30 હજાર રૂપિયા સુધી વધી શરે છે. 

બેંક પરત કરશે લોકોના પૈસા 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તરફથી થોડા દિવસો પહેલા '100 Days 100 Pays' કેમ્પેઈનની જાહેરાત કરવામાં આવી હતી. એક જૂનથી તેની શરૂઆત થશે. અનક્લેમ્ડ ડિપોઝિટ્સની જાણકારી મેળવવા માટે આ અભિયાન ચલાવવામાં આવશે. તેમાં દેશના દરેક જિલ્લામાં 100 દિવસની અંદર બેંકના ટોપ 100 અનક્લેમ્ડ ડિપોઝીટ્સ રકમની જાણકારી લેવામાં આવશે. 

જેનાથી તેની ચુકવણી કરી શકાય છે. જણાવી દઈએ કે સાર્વજનિક ક્ષેત્રની બેંકોને ક્લેમ કર્યા વગર લગભગ 35,000 કરોડ રૂપિયાની રકમ રિઝર્વ બેંકને ટ્રાંસફર કરી હતી. આ રકમ આમ તો ખાતામાં જમા હતી જેમાં 10 વર્ષ કે તેનાથી વધારે સમયથી કોઈ લેવડ-દેવડ ન થઈ હતી. 

રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાક 
સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. એલપીજી ગેસની કિંમતો દર મહિનાની પહેલી તારીખને નક્કી થાય છે. 

જણાવી દઈએ કે મે અને અપ્રિલમાં પહેલી તારીખે 19 કિલો વાળા કમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે 14 કિલો વાળા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. 

સંકળાયેલા મુદ્દાઓ

1st june Rule Change નિયમોમાં ફેરફાર rule change from 1st june
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ