બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 11:36 AM, 15 May 2019
સામાન્ય રીતે તો રુદ્રાક્ષ ૧૨ પ્રકારના હોય છે. જેમાં દરેક રુદ્રાક્ષની વિવિધ-વિવિધ વિશેષતાઓ હોય છે અને દરેક પ્રકારના રુદ્રાક્ષ પહેરવા માટે વિવિધ-વિવિધ પદ્ધતિઓ હોય છે. આપણે જ્યારે પ્રભુ મહાદેવની પૂજા-અર્ચના કરવા જઈએ છીએ ત્યારે આપણને મહાદેવના શરીર પર રુદ્રાક્ષ જોવા મળી જતા હોય છે પરંતુ માર્કેટમાં મળતા રુદ્રાક્ષ સાચા છે કે ખોટા તેની પરખ કઇ રીતે કરવી ? લોકોમાં એવી માન્યતા છે કે આ રુદ્રાક્ષનો ઉપયોગ કરી તમે તમારી બધી જ મુશ્કેલીઓનુ નિવારણ લાવી શકો તથા તમને લાભ થશે, તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. તો આજે આપણે જાણીએ કે આ રુદ્રાક્ષની સાચી પરખ કેવી રીતે થાય છે ?
ADVERTISEMENT
રુદ્રાક્ષ સાચો છે કે નહીં તે જાણવા માટે સૌ પ્રથમ એક પાત્રમાં પાણી લો તેમા રુદ્રાક્ષ ઉમેરો અને તેને આ પાણીને હુંફાળું ગરમ કરો. જો રુદ્રાક્ષનો રંગ ઊડવા માંડે અથવા તો તેના આકારમા કંઈ પરિવર્તન થઈ જાય તો ખ્યાલ આવી જશે કે આ રુદ્રાક્ષ અસલી નથી. કારણ કે જે રુદ્રાક્ષ અસલી હોય તે રુદ્રાક્ષને ગમે તેટલો ગરમ કરવાથી પણ તેનામાં કોઈ પરિવર્તન થતું નથી. બીજી પદ્ધતિ એ છે કે સૌપ્રથમ તો એક નાની વાટકી લઈ તેને પાણીથી ભરો. ત્યારબાદ તમારી પાસે રહેલા રુદ્રાક્ષને આ પાણી ભરેલ વાટકી નાખો. જો આ રુદ્રાક્ષ નીચે તળિયે બેસી જાય તો આ રુદ્રાક્ષ અસલી છે અને જો આ રુદ્રાક્ષ પાણીની ઉપર તરે છે તો તે રુદ્રાક્ષ અસલી નથી.
ADVERTISEMENT
ત્રીજી પદ્ધતિ જે છે એ રુદ્રાક્ષને જો સોયથી કોતરવામાં આવે અને તેમાંથી રેસા નીકળે તો તે રુદ્રાક્ષ અસલી છે અને જો તેમાંથી રેસા ન નીકળે તો તે રુદ્રાક્ષ નકલી છે. સરસવના ઓઇલમાં રુદ્રાક્ષને ગરમ કરવામાં આવે તો અસલી રુદ્રાક્ષ ચમકવા લાગે છે અને જો રુદ્રાક્ષ નકલી હોય તો તેનો રંગ ઊતરી જાય છે.
આ ઉપરાંત રુદ્રાક્ષ પરખવાની સૌથી જૂની અને મહત્વની પદ્ધતિ ગણાય છે. એક તામ્ર ધાતુનો ટુકડો લો. આ ધાતુના ટુકડા ઉપર રુદ્રાક્ષ મૂકો ત્યાર બાદ ફરી એક તામ્ર ધાતુનો ટુકડો લો અને તેને તેની આજુબાજુ ફેરવો અને નિહાળો કે જો રુદ્રાક્ષમાં જરા પણ હલનચલન થતું જોવા મળે તો સમજવું કે આ રુદ્રાક્ષ સાચો છે.
અન્ય એક વાત એ પણ છે કે સાચા રુદ્રાક્ષનો આકાર ખાડાખબડાવાળો હોય છે. જ્યારે નકલી રુદ્રાક્ષ એ દરેક જગ્યાએથી એક સરખો દેખાય છે. આ રુદ્રાક્ષ પર કોઇએ કોતરકામ કરી ને બનાવ્યો હોય તેવું લાગે છે આમ તેને જોવાથી પારખી શકાય છે.•
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.