અમદાવાદ RTO વિભાગે PUC સેન્ટર પર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરમાં આવેલ 44 થી વધુ PUC સેન્ટર પર તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે PUC સેન્ટર પર ટેકનીશીયન ન હોવાના કારણે દુકાન માલિકને નોટીસ પણ આપવામાં આવી છે.
અમદાવાદ આરટીઓ વિભાગની કાર્યવાહી
આરટીઓ વિભાગે પીયુસી સેન્ટર પર કરી કાર્યવાહી
ટેકનીશીયન ન હોવાને લઈ દુકાન માલિકને આપી નોટીસ
અમદાવાદ RTO વિભાગ દ્વારા મોટી કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. જેમાં RTO વિભાગે PUC સેન્ટર પર કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે જીપીસીબીની સુચના પછી તપાસ કરીને કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. શહેરમાં 44 થી વધુ PUC સેન્ટરોમાં તપાસ કરાઈ છે. જેમાં 44 માંથી 8 PUC સેન્ટરો પર તપાસ કરાઈ છે. જેમાં PUC મશીન માટે ટેકનીશીયન જ ન હતા. ત્યારે ટેકનીશીયન ન હોવાને લઈ દુકાન માલિકને નોટીસ આપવામાં આવી છે. તેમજ પાંચ મશીન બંધ હોવાથી પીયુસી સેન્ટરો ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. શહેરમાં 175 ઉપરાંત PUC સેન્ટર તપાસવા માટે વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે. ત્યારે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારનાં PUC સેન્ટરની તપાસ કરવામાં આવશે.
રિપોર્ટનાં આધારે અમે સબંધિત PUC સેન્ટરનાં અધિકારીને નોટીસ આપીએ છીએઃ આર.એસ.દેસાઈ
આ બાબતે RTO અધિકારી આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ સીટીમાં આશરે 175 જેટલા PUC સેન્ટરો આવેલા છે. એ PUC સેન્ટરો યોગ્ય રીતે કામ કરે છે કે નહી તેમજ PUC નાં જે નોમ્સ છે તે મુજબ ત્યાં કામગીરી થાય છે કે નહી. જેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને પોલીસ તેમજ RTO ને સાથે રાખીને એક ટીમ બનાવવામાં આવી છે. અને અમારા અધિકારીઓ જે તે PUC સેન્ટરોની મુલાકાત લે છે. અને જો તેમાં કોઈ ક્ષતિ જણાય તો અમને રિપોર્ટ આપે છે. અને રિપોર્ટનાં આધારે અમે સબંધિત PUC સેન્ટરનાં અધિકારીને નોટીસ આપીએ છીએ. અત્યાર સુધી જેટલા પણ PUC સેન્ટરની ચકાસણી થઈ છે. તેમાં 8 જેટલા PUC સેન્ટરમાં ક્ષતિઓ જણાઈ છે. જેથી અને તે PUC સેન્ટરને નોટીસ આપી છે. અને તેઓનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહિ કરવામાં આવશે.
આર.એસ.દેસાઈ (RTO અધિકારી)
PUC કેવી રીતે મેળવવું ?
તમે સરકારી સંલગ્ન PUC કેન્દ્રો અને આરટીઓ જેવી અધિકૃત સંસ્થાઓ પાસેથી ઓનલાઈન અથવા ઑફલાઈન માન્ય PUC પ્રમાણપત્ર મેળવી શકો છો.
PUC પ્રમાણપત્ર ઑફલાઇન કેવી રીતે મેળવવું?
તમારા વાહનને એમિશન ટેસ્ટ સેન્ટર (ઉત્સર્જન પરીક્ષણ કેન્દ્ર) પર લઈ જાઓ જ્યાં કમ્પ્યુટરની સુવિધા હોય છે
આ કેન્દ્ર ટેલ પાઇપમાં એક યંત્ર લગાવીને કારની તપાસ કરશે અને ઉત્સર્જન સ્તરની તપાસ કરશે