rti reveals no papers with haryana government on cm citizenship manohar lal khattar
NRC /
ભાજપ શાસિત રાજ્યના આ મુખ્યમંત્રી પાસે જ નાગરિકતાના ડૉક્યુમેન્ટ્સ નથી, RTIમાં થયો ખુલાસો
Team VTV04:00 PM, 05 Mar 20
| Updated: 04:03 PM, 05 Mar 20
માહિતીનો અધિકાર (RTI)ની એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હરિયાણા સરકાર પાસે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, હરિયાણા સરકારના ઘણા કેબિનેટ મંત્રીઓ અને રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય (Satyadev Narayan Arya) ની નાગરિકતા સાથે જોડાયેલા દસ્તાવેજ નથી. આ આરટીઆઇ પાણીપતના રહેવાસી એક્ટિવિસ્ટ પી.પી. કપૂરે દાખલ કરી હતી.
RTI : હરિયાણા સરકાર પાસે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નાગરિકતાના દસ્તાવેજ નથી
રાજ્યના કેબિનેટ મંત્રીઓ-રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યની નાગરિકતાના પણ દસ્તાવેજ નથી
એનડીટીવીની રિપોર્ટ મુજબ પી. પી. કપૂરની આરટીઆઇ (RTI) માં હરિયાણાની પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર પૂનમ રાઠીએ કહ્યું કે તેમના રેકોર્ડમાં આ સંબંધમાં કોઇ જાણકારી નથી. તેઓએ કહ્યું, 'તેમના નાગરિકતા સંબંધી દસ્તાવેજ ચૂંટણી પંચ પાસે હોઇ શકે છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વચન આપ્યું હતું કે તેઓ ગેરકાયદેસર પ્રવાસીઓને હરિયાણાની નીકાળીને રાજ્યમાં એનઆરસી (NRC) લાગુ કરશે.
મુખ્યમંત્રી ખટ્ટરે પૂર્વ વાયુસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા અને હાઇકોર્ટ સેવાનિવૃત જસ્ટિસ એચ. એસ. ભલ્લા સાથે મુલાકાત બાદ આ વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે અમે આસામની જેમ હરિયાણામાં પણ એનઆરસી લાગુ કરશે. રિટાયર્ડ જસ્ટિસે મુખ્યમંત્રીને સલાહ આપી હતી કે અસામાજિક તત્વોને બહાર નીકાળવા માટે રાજ્યના નિવાસીઓ માટે એક આઇડી કાર્ડ બનાવવામાં આવે. જે બાદ સીએમે કહ્યું હતું, મેં કહ્યું હતું કે અમે ભલ્લા જીના સમર્થન અને સલાહને ધ્યાને લઇને હરિયાણામાં એનઆરસી (NRC) લાગુ કરીશું.
આ વર્ષે જાન્યુઆરીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ખટ્ટરે જણાવ્યું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર સતાવેલા લગભગ 1500 લોકો હરિયાણામાં રહે છે. તેમાંથી માત્ર એક મુસ્લિમ પરિવાર છે. હવે એ લોકોને (મુસ્લિમ પરિવારને છોડી) ને CAA હેઠળ ભારતની નાગરિકતા આપવામાં આવશે.
નોંધનીય છે કે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર (NRC) ને લઇને ગત કેટલાક મહીનાઓથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પૂર્વ-ઉત્તર દિલ્હીમાં હિંસા પણ ભડકી ઉઠી હતી.