શિક્ષણ / RTEનો બીજો રાઉન્ડ ક્યારે? હજારો બાળકોના વાલીઓ ચિંતામાં

RTE When Second round? Children parents worried

ગરીબ અને વંચિત બાળકો માટે સરકાર દ્વારા રાજ્યભરની ખાનગી શાળાઓમાં કુલ બેઠકોના રપ ટકા બેઠકો પર ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશની આરટીઇ અંતર્ગત નીતિનું અમલીકરણ થાય છે, પરંતુ તેમાં દર વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં તારીખોમાં ઠાગાઠૈયા થતા હોવાથી બાળકોનું ભણતર બગડવાનો ભય રહે છે. ૧૦ જૂનથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ રહ્યું છે છતાં બીજા રાઉન્ડની જાહેરાત હજુ સુધી થઇ ન હોવાના કારણે ૮૦,૦૦૦ બાળકોને પ્રવેશમાં અન્યાય થવાની શક્યતા છે એટલું જ નહીં, ભણતર બગડવાના ભયથી વાલીઓ ખાનગી શાળાઓમાં એડમિશન લેવા માટે દોડી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ