VTVના સ્ટિંગ ઓપરેશનમાં ગાડી, બંગલો ધરાવતા વાલીઓ સંતાનોના RTE હેઠળ એડમિશન મેળવવા ગરીબ બની જતા હોવાનો ચોંકાવનારો ખુલાસો.
VTVના મેગા ઓપરેશનમાં ચોંકાવનારો ખુલાસો
ગરીબોના ભણતરમાં અમીરો પાડી રહ્યાં છે ભાગ
આવક દર્શાવી પણ બેંકના ટ્રાન્ઝેક્શન લાખોના
અમદાવાદની શાળાઓમાં VTVના મેગા ઓપરેશનમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં RTE અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે પૈસાદાર વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમીરો કેવી રીતે RTE અંતર્ગત પ્રવેશમાં ગોલમાલ કરી રહ્યાં છે તેનો ચોંકાવનારો ખુલાસો સ્ટિંગ ઓપરેશનમાં VTVએ કર્યો છે.
ગુજરાતી પ્રજા હંમેશા દાનવીર રહી છે અને લોકોને કંઈક ને કંઇક નવું આપવાનું વિચારતી હોય છે પરંતુ જ્યારે સરકારી સ્કીમનો લાભ આવે ત્યારે કેટલાંક લોકો કઈ રીતે સરકારી સ્કીમ તેઓને લાગુ પડતી નથી અને ખોટા પુરાવા ઊભા કરીને તેઓ લાભ લેવા પહોંચી જાય છે. ત્યારે VTVએ કેટલાંક વાલીઓના RTEમાં લીધેલા એડમિશન ચકાસ્યા અને ડોક્યુમેન્ટ એનાલિસ્ટની મદદ લીધી તો સામે ચોંકાવનારી વિગતો આવી છે. ત્યારે આ વાલીઓએ RTE હેઠળ એડમિશનમાં શું કૌભાંડ કર્યા છે તે જોઇએ...
કેવી રીતે થયો ખુલાસો?
અમારી ટીમે અને અલગ-અલગ સ્કૂલો પર RTE અંતર્ગત અપાતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી.તપાસ કર્યા બાદ અનેક લોકોએ ખોટા દસ્તાવેજ રજૂ કરી એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.અમારી ટીમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને તે વાલીઓનો સંપર્ક કર્યો અને ખોટા એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.આ તમામ લોકોનું RTE ફોર્મ અને આવકના સ્ત્રોતની સરખામણી કરતા પોલ બહાર આવી હતી.
ગરીબોના ભણતર પર તરાપ મારતા અમીરોના જીવતા પુરાવા VTV દર્શકો સમક્ષ રજૂ કરશે. ખોટી રીતે લાભ લેનારા વાલીઓને તમારી સમક્ષ રજૂ કર્યા છે. આ પેપર જોઈને તમે પણ ચોંકી ઉઠશો કે કોઈ પ્રકારની તકલીફ ન હોવા છતા પણ ગરીબ બાળકોના ભણતર પર તરાપ મારી રહ્યાં છે. અમારી ટીમે અને અલગ અલગ સ્કૂલો પર RTE અંતર્ગત અપાતા ડોક્યૂમેન્ટની ચકાસણી કરી. તપાસ કર્યા બાદ અનેક લોકોએ ખોટા દસ્તાવેજ રજૂ કરી એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે. અમારી ટીમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને તે વાલીઓનો સંપર્ક કર્યો અને ખોટા એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકોનું RTE ફોર્મ અને આવકના સ્ત્રોતની સરખામણી કરતા પોલ બહાર આવી હતી.
અમીર વાલીઓની 'ગરીબ' આવક એકસરખી
અમારી ટીમની તપાસમાં સૌથી પહેલાં કમલેશ પંડ્યા નામના વાલીનો કેસ સામે આવ્યો છે. બાળકનું નામ અંશ પંડ્યા છે. વાલીએ પોતાની આવક 1 લાખ 50 હજાર દર્શાવી છે. જો કે અમારી ટીમે તપાસ કરતા કમલેશ પંડ્યાના નામે 24 લાખ 95 હજાર 30 હાઉસિંગ લોન ચાલે છે અને દર મહિને તેઓ 19 હજાર 264નો હપ્તો ભરે છે આ ઉપરાંત તેમની બેંકના લાખોના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.
કમલેશભાઈ પોતાનો ફ્લેટ ધરાવે છે. કમલેશ પંડ્યાના ઘરમાં તમામ સવલતો છ. જેવી કે, AC, TV અને ફ્રીજથી લઈને તમામ પ્રકારની સુવિધા તેઓના ઘરમાં ઉપલબ્ધ છે. તેમણે દર્શાવેલી આવકની સામે તેમની લોનની આવક અને આઈટી રિટર્ન વધુ છે. તેમના બેન્ક એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ સાથે જે વ્યક્તિની આવક જ દોઢ લાખ હોય તો કોઈ પણ બેન્ક 24 લાખની લોન કઈ રીતે મળે તે એક સવાલ છે.
આવકના દાખલા મિલીભગતને કારણે બેફામ અપાયા?
કમલેશ ભાઈએ એક ગરીબ બાળકનો હક છીનવીને પોતાના સ્વાર્થ માટે ખોટા પૂરાવા રજૂ કરી પોતાના બાળકનું એડમિન લીધુ હતું. અહીંયા બહેન કહી રહ્યાં છે કે, ઘર અમારુ પોતાનું છે, ઘરમાં તમામ સુખ સુવિધાઓ પણ છે તેમજ કમલેશ પંડ્યાનો વ્યવસાય પણ સારો ચાલે છે છતાં કમલેશ પંડ્યા દ્વારા ખોટો આવકનો દાખલો કઢાવી RTEમાં ફોર્મ ભરવામાં આવ્યું અને લાખો રૂપિયા સ્કૂલ ફી લેતી સ્કૂલમાં RTE અંતર્ગત ફીમાં એડમિશન મેળવી ગરીબનો હક્ક છીનવ્યો છે.
DEOની કામગીરી પર સૌથી મોટો સવાલ
આમ, આ પ્રકારે કેટલાં લોકો આ પ્રકારે ગરીબોનું ભણતર છીનવતા હશે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના અનેક લોકો હશે કે આ પ્રકારે ખોટા દસ્તાવેજ ઊભા કરીને ખરેખર લાભ ઈચ્છતા લોકો સુધી સહાય પહોંચવા દેતા નથી. સરકાર RTEનો કાયદો ખૂબ સરસ લાવી છે પરંતુ હજુ પણ તેમાં અમુક કાયદા જેમ કે બેંકમાં પાનકાર્ડ સ્ક્રેન થાય અને તેમામ સરવૈયું સામે આવે તેમ સ્કૂલોએ પણ આ પ્રકારના લોકોને પકડવા પાનકાર્ડ ફરજિયાત કરીને એક ઉત્તમ સેવા આપવાની જરૂર છે. જેથી જે લાભાર્થી બાળક છે તેને જ લાભ મળે. જો કે, આ મામલે સૌથી મોટો સવાલ એક તો આવકનો દાખલો કાઢી આપનારા અને DEOની કામગીરી પર ઊભો થાય છે. કારણ કે જો આટલું મોટું કૌભાંડ થતું હોય તો શું DEO તેનાથી અજાણ હોઇ શકે? જો DEO તેનાથી અજાણ ના હોય તો શું DEO આંખ આડા કાન કરી રહ્યું છે જેવાં અનેક સવાલ અહીં ઊભા થાય છે.