બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'જે અહંકારી બન્યા તેમને પ્રભુ રામે 241 પર રોકી દીધા અને..', RSS નેતા ઇન્દ્રેશ કુમારનો શાબ્દિક એટેક
Last Updated: 08:44 AM, 14 June 2024
RSS Strike BJP : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ RSS સતત ભાજપને સલાહ આપી રહ્યું છે. વાસ્તવમાં સૌથી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપને અરીસો બતાવ્યો અને દેશની વાસ્તવિકતાથી વાકેફ કર્યા. આ પછી સંઘના મુખપત્ર પંચજન્યમાં એક લાંબો લેખ પ્રકાશિત થયો. આ તરફ ભાજપની સાથે સત્તા ભોગવી રહેલા શિવસેનાના સુપ્રીમો એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 400ને પાર કરવાના નારાને કારણે માત્ર ભાજપ બહુમતીનો આંકડો જ ચૂકી નથી પરંતુ તેનું નુકસાન અમારે પણ ભોગવવું પડ્યું છે. હવે RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ઈન્દ્રેશ કુમારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા કહ્યું કે, જે પાર્ટી રામની પૂજા કરતી હતી તે અહંકારી થઈ ગઈ છે, તેથી તે 2024ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તો બની ગઈ પણ પરંતુ તેને જે સત્તા (બહુમતી) મળવી જોઈતી હતી તે ભગવાન રામે તેના અહંકારને કારણે રોકી દીધી. આ સાથે તેમણે કહ્યુ કે, જે લોકો રામનો વિરોધ કરતા હતા તેમાંથી કોઈને પણ સત્તા ન મળી. તેમણે કહ્યું કે ભગવાનનો ન્યાય ખૂબ જ સાચો અને ખૂબ જ આનંદદાયક છે.
ADVERTISEMENT
રામની પૂજા કરનારાઓ ધીરે ધીરે અહંકારી બની ગયા
RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે સ્પષ્ટપણે સત્તાધારી ભાજપ અને વિપક્ષ 'INDIA' ગઠબંધન બંને પર નિશાન સાધ્યું. જોકે તેમણે કોઈ પક્ષનું નામ લીધું ન હતું. કુમારે કહ્યું, લોકશાહીમાં રામરાજ્યના 'વિધાન'ને જુઓ જે પક્ષ રામની પૂજા કરતો હતો પરંતુ ધીમે ધીમે અહંકારી બની ગયો હતો તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો પરંતુ જેને વોટ અને સત્તા (સંપૂર્ણ બહુમતી) મળવી જોઈતી હતી તેને ભગવાને રોકી દીધી. તેમણે કહ્યું કે, ભક્તિ કરવાવાળો પક્ષ અહંકારી બની ગયો તો ભગવાને તેને 241 પર રોક્યો અને જેમને રામમાં વિશ્વાસ નથી, ભગવાને તેમને 234 પર રોક્યા.
રામ સે બડા રામ કા નામ
કુમાર જયપુર નજીક કનોટા ખાતે 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'ને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું, જેણે પણ લોકોને ત્રાસ આપ્યો, રામજીએ તેને કહ્યું કે પાંચ વર્ષ આરામ કરો, હવે પછી જોઈશું કે તેની સાથે શું કરવું. તેમણે કહ્યું કે રામે દરેકને ન્યાય આપ્યો છે અને આપતા રહેશે, રામ હંમેશા ન્યાયી હતા અને રહેશે. કુમારે એમ પણ કહ્યું કે, રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ ભલું કર્યું (તેને મારીને પણ). તેમણે કહ્યું કે, ભગવાન હનુમાને કહ્યું હતું કે 'રામ સે બડા રામ કા નામ' (રામનું નામ તેમના કરતા મોટું છે).
સંઘ અને ભાજપ વચ્ચે ખટરાગ
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન માટે ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા પર ઘણા લોકો માને છે કે ભાજપ બહુમતના આંકડા સુધી ન પહોંચવાનું સૌથી મોટું કારણ BJP અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન હોઈ શકે છે કે ભાજપને હવે RSSના સમર્થનની જરૂર નથી. સંઘના મૂલ્યો અને કામ કરવાની રીત કંઈક અલગ છે. જે પણ સંઘ પ્રમુખનું પદ સંભાળે છે તેમના નિર્ણયો અને નિવેદનો ખૂબ જ સમજદાર હોય છે. સંઘમાં ક્રોધના કારણે ત્વરિત પગલાં લેવાની પરંપરા ક્યારેય રહી નથી. સંઘ પ્રમુખ મોહન ભાગવતના તાજેતરના નિવેદન બાદ આ શંકા પ્રબળ બની છે કે, ભાજપની આ હાલત પાછળનું સાચું કારણ શું છે?
વધુ વાંચો : PM મોદી ઇટલી પહોંચ્યા, G7 સમિટમાં ભારતને આમંત્રણનું કેટલું મહત્ત્વ, 5 પોઈન્ટમાં સમજો
एक साल से मणिपुर शांति की राह देख रहा है। इससे पहले 10 साल शांत रहा। पुराना गन कल्चर समाप्त हो गया, ऐसा लगा। और अचानक जो कलह वहां पर उपजा या उपजाया गया, उसकी आग में अभी तक जल रहा है, त्राहि-त्राहि कर रहा है। इस पर कौन ध्यान देगा? प्राथमिकता देकर उसका विचार करना यह कर्तव्य है। -… pic.twitter.com/9VHzw8h5jE
— RSS (@RSSorg) June 10, 2024
શું કહ્યુ હતું સંઘ પ્રમુખે ?
10 જૂને નાગપુરમાં RSSના કાર્યકર્તા વિકાસ વર્ગ કાર્યક્રમનો સમાપન દિવસ હતો. ત્યાં તેમણે કહ્યું હતું, જે પોતાના કર્તવ્ય નિભાવતી વખતે મર્યાદાનું પાલન કરે છે, પોતાના કામ પર ગર્વ કરે છે, અહંકારથી રહિત હોય છે તે જ વ્યક્તિ ખરેખર સેવક કહેવાને લાયક છે. કામ કરો, પણ અહંકાર ન કરો કે મેં તે કર્યું. ચૂંટણીઓ યોજાય ત્યારે સ્પર્ધા જરૂરી છે. આ સમય દરમિયાન અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જુઠ્ઠાણા પર આધારિત ન હોવી જોઈએ. મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી રાજ્યમાં શાંતિ હત પરંતુ અચાનક ત્યાં ગન કલ્ચર વધી ગયું. આ સમસ્યાનો પ્રાથમિકતાના આધારે ઉકેલ આવે તે જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.