Team VTV07:57 AM, 17 May 19
| Updated: 10:05 AM, 17 May 19
સંઘ પ્રમુખ મોહન ભાગવતના કાફલામાં સામેલ એક એસયૂવી કાર ગુરૂવારના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દૂર્ઘટનાનો શિકાર બની. એસયૂવીમાં સવાર મોહન ભાગવતની સુરક્ષામાં તૈનાત સીઆઇએસએફના એક જવાન ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ચંદ્રપુરથી નાગપુર જઇ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રાપ્ત છે. પોલીસના કહેવા અનુસાર આ દૂર્ઘટના વરોરા વિસ્તારમાં ત્યારે ઘટી જ્યારે રોડ પર ઉભેલી એક ગાયને બચાવવા જવામાં મોહન ભાગવતાના કાફલાની એક કાર પલટી ખાઇ ગઇ.
ગાયને બચાવવા માટે કારના ડ્રાઇવરે બ્રેક લગાવી ત્યારે જ કારનું એક ટાયર ફાટી ગયું. ત્યારબાદ કાર પરનો કાબુ ગુમાવી દેતાં કાર પલટી ખાઇ ગઇ. જો કે આ દૂર્ઘટના પહેલાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવતની કાર ત્યાંથી જતી રહી હતી, પરંતુ કાફલામાં સામેલ એક બીજી કાર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ.
આ એસયૂવી કારમાં સીઆઇએસએફના છ જવાન સવાર હતા. જેમાંથી એક જવાનને ઇજા પહોંચી છે. ઘાયલ જવાનને ઇલાજ માટે નાગપુરની હોસ્પિટલમાં ખસેવડાવામાં આવ્યાં છે.