Team VTV02:05 PM, 03 Mar 20
| Updated: 02:06 PM, 03 Mar 20
ગુજરાતમાં કોન બનેગા કરોડપતિને નામે એક યુવક પાસેથી રૂા. 500,000ની ઠગાઈની ઘટના સામે આવી છે. KBCને નામે ઠગાઈની ઘટનાઓનો સિલસિલો અટકતો નથી.
દાહોદ ઈનામ આપવાના બહાને છેતરપિંડી
KBCના નામે યુવક સાથે છેતરપિંડી
5 લાખની યુવક સાથે છેતરપિંડી
દાહોદના સંજેલીમાં નગરમાં રહેતા યુવક સાથે કોન બનેગા કરોડપતિ શોના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે. બંગ્લો લાગ્યો હોવાનું કહીને શખ્સે યુવક પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા છે.
ઈનામમાં 25 લાખનો બંગ્લો લાગ્યા હોવાનું કહીને અલગ અલગ ખાતામાં નાણા પડાવ્યા
મળતી માહિતી મુજબ યુવકને એક શખ્સે ફોન કર્યો હતો. ઈનામમાં 25 લાખનો બંગ્લો લાગ્યા હોવાનું કહીને અલગ અલગ ખાતામાં નાણા પડાવ્યા હતા. ફોન પર મહાકરોડપતિ ઈનામ લાગ્યો હોવાનું જણાવ્યું હતુ. 25 લાખની લાલચ આપીને પાંચ લાખની છેતરપિંડી થઈ હોવાની યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
પોલીસે ફરિયાદના આધારે આરોપીને શોધવાની તજવીજ હાથધરી છે.