બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rs 4369 crore work sanctioned to supply Narmada water
ParthB
Last Updated: 11:12 AM, 18 January 2022
ADVERTISEMENT
પુરનું વહી જતું પાણી કચ્છ પહોંચાડાશે
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1નાં કામો માટે રૂપિયા 4369 કરોડનાં કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીનાં ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા લિંકનું આયોજન કરાયું છે.
6 તાલુકા અને 77 ગામોને સિંચાઇનો લાભ મળશે
આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. એટલું જ નહીં પરંતુ અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.