પુષ્પા - ધ રાઈઝ એ આખા દેશમાં જોરદાર કમાણી કરી છે, અને બોક્સ ઓફિસ પર બધા જ રેકોર્ડ તોડી દીધા છે. ફિલ્મની હિન્દી ડબિંગ 106 કરોડની કમાણી સાથે સુપર હિટ રહી છે.
પુષ્પા 2 નો બજેટ અને સુપર સ્ટારની ફીસ સાંભડીને હોશ ઉડી જશે
પુષ્પા -2 ની શુટિંગ જુન જુલાઈથી શરૂ કરી દેવામાં આવશે.
જાન્યુઆરી સુધી ચાલશે શૂટિંગ
પુષ્પા - ધ રાઈઝ આખા દેશમાં જોરદાર કમાણી કરી છે, અને બોક્સ ઓફિસ પર બધા જ રેકોર્ડ તોડી દીધા છે. ફિલ્મની હિન્દી ડબિંગ 106 કરોડની કમાણી સાથે સુપર હિટ રહી છે.
તમે જોઈ શકો છો કે, પુષ્પા 2 ને લઈને ફેન્સ અને માર્કેટ વચ્ચે ખુબ મોટો ક્રેઝ છે.રિપોટ્સ અનુસાર , સિક્વલની શૂટિંગ પહેલા ભાગની તુલનામાં ખુબ મોટા બજેટ પર બનશે. પુષ્પા મુવી 200 કરોડના ભારીભરખમ બજેટની સાથે તૈયાર કરવામાં આવી છે. સૂત્રોની માનીએ તો આવનારી સીક્વલ પુષ્પા 2 નો બજેટ ડાઈરેક્ટ ડબલ 400 કરોડના મેગા બજેટ પર તૈયાર થશે. ફિલ્મનુ સ્ક્રિપ્ટ લોક કરી દેવામાં આવ્યુ છે. અને તેની શુટિંગ જુન જુલાઈથી શરૂ કરી દેવામાં આવશે.
આવી ખબર છે કે, આ સિક્વલ માટે અલ્લુ અર્જુન તેના પરિશ્રમિકના રૂપમાં 100 કરોડ રૂપિયા લઈ રહ્યા છે. જણાવી દઈએ કે વચ્ચે અફવા ઉડી હતી. પુષ્પા 2 માટે અમુક બોલિવુડ કલાકારોને પણ અપ્રોચ કરાશે.. પરંતુ આ વાતમાં કોઈ હકીકત નથી.
કાસ્ટિંગમાં કોઈ બદલાવ નથી
કાસ્ટિંગની વાત કરીએ તો, નિર્દેશક સુકુમાર દ્વારા બોલિવુડના કોઈ નામ શામેલ કરવાની કોઈ પણ સંભાવના નથી. ટીમે દક્ષિણ સિનેમાના અમુક પરિચિત નામ લઈને હિંદીમાં પરિચિત કરી દીધા છે, અને તેઓ તેના પર કાયમ રહેવા માંગે છે.
ફિલ્મની શૂટિંગ
ફિલ્મના બીજા પાર્ટના મોટા ભાગના સીનની શૂટિંગ પણ પહેલા પાર્ટની જેમજ ગોદાવરી નદીના મારેદુમિલી જંગલમાં જ થશે, મેકર્સ ફિલ્મના બીજા પાર્ટને હજી ભવ્ય બનાવવામાં કોઈ પણ કમી નહી રાખે.
જાન્યુઆરી સુધી ચાલશે શૂટિંગ
રિપોટર્સની માનીએ તો, મેકર્સ આ ફિલ્મના બીજા પાર્ટની શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરી સુધી પૂર્ણ કરવા માંગે છે. શૂટિંગ બાદ ચાર મહિના ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને અપાશે. રિલિઝની સમય સીમાના કારણે પહેલા પાર્ટના પોસ્ટ પ્રોડક્શનનુ કામ ઉતાવળમાં કરવા માં આવ્યુ હતુ. મેકર્સ હવે આ ભુલ ફરી કરવા ઈય્છતા નથી.
પુષ્પા બોક્સ ઓફિસ
સુકુમારના ડાયરેક્શનમાં બનેલ પુષ્પા - ધ રાઈઝ ને હિંદી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલિઝ કરવામાં આવ્યું હતુ. ફિલ્મે બોક્સઓફિસ પર 360 કરોડોનો લગભગ કલેક્શન કર્યું હતુ અને આ મુવી બ્લોક બાસ્ટર રહી હતી.