કેરળમાં કારના નંબર માટે ચુકવાયા 31 લાખ રૂપિયા, જાણો કેવો છે નંબર

By : krupamehta 04:41 PM, 05 February 2019 | Updated : 04:41 PM, 05 February 2019
કાર, બાઇક અથવા મોબાઇલ ફોન માટે દરેક લોકો મનગમતો નંબર ઇચ્છે છે. એના માટો કેટલાક વધારે રૂપિયા પણ ચૂકવવા તૈયાર હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ વ્યક્તિ પોતના મનગમતો નંબર લેવા માટે 31 લાખ રૂપિયા ખર્ચ કરી નાંખશે. જી હાં, કેરળના એક વ્યક્તિએ પોતાની Porsche 718 Boxer પર મનગમતા રજિસ્ટ્રેશન નંબર માટે 31 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. 

વાસ્તવમાં કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં સોમવારે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓપિસરે યૂનિક નંબર KL-01CK-1 માટે હરાજી આયોજિત કરી હતી. આ યૂનિક નંબર માટે બોલીની દોડમાં તિરુવનંતપુરમના ફાર્માસૂટિકલ ડિસ્ટ્રિબ્યૂટર કેએસ બાલગોપાલની સાથે દુબઇના બે એનઆરઆઇ આનંદ ગણેશ અને શાઇન યૂસુફ પણ સામેલ રહ્યા.

KL-01CK-1 ની બોલી 500 રૂપિયાથી શરૂ થઇ હતી અને 31 લાખમાં બાલગોપાલ આ યૂનિક નંબરની બોલી જીતી ગયા. એમને એના માટે 31 લાખ રૂપિયાની ચુકવણી કરી, જેમાં 30 લાખ રૂપિયા બોલીની રકમ અને એક લાખ રૂપિયા એપ્લીકેશન માટે. 

કેએસ બાલગોપાલે આ યૂનિક નંબર પોતાની Porsche 718 Boxer સ્પોર્ટ્સ કાર માટે લીધો છે. આ કારની કિંમત આશરે 1.2 કરોડ રૂપિયા છે. આ પહેલી વખત નથી કે બાલગોપાલે લાખો રૂપિયાની કિંમતનો કારનો નંબર લીધો હોય. આ પહેલા એમને પોતાની Toyota Land Cruiser ના રજિસ્ટ્રેશન નંબર KL-01CB-1 માટે 19 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. જણાવી દઇએ કે આ પહેલા કાર માટે દેશમાં સૌથી મોંઘો રજિસ્ટ્રેશન નંબર આશરે સાત વર્ષ પહેલા હરિયાણામાં 26 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. Recent Story

Popular Story