બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / RRR being a big budget film from Bahubali, how much will Ajay Devgan charge for this film?

બોલિવૂડ / બાહુબલીથી મોટા બજેટની ફિલ્મ બની રહી છે 'RRR', અજય દેવગણ આ ફિલ્મ માટે આટલાં રૂપિયા લેશે

Intern

Last Updated: 01:30 PM, 9 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાહુબલી ફેમ એસ.એસ.રાજામૌલી હાલ RRR ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ 400 કરોડના બિગ બજેટમાં બની રહી છે. આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં સાઉથ સુપરસ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆર જોવા મળશે. સાથે આ ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે

  • 400 કરોડના બેજટ પર બની રહી છે RRR
  • ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ હશે
  • એસ.એસ.રાજામૌલી RRR ડિરેક્ટ કરી રહ્યાં છે

બાહુબલી ફેમ એસ.એસ.રાજામૌલી હાલ RRR ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મની વાર્તા આંધ્રપ્રદેશના 2 ક્રાંતિકારી આધારિત છે. જેમણે આઝાદી માટે અંગ્રેજો વિરુદ્ધ ચળવળ કરી હતી. સ્વતંત્રસેનાની અલ્લુરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમ આધારિત છે. ફિલ્મમાં આ બંને પાત્ર તેલુગુ સુપરસ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆર નિભાવાના છે. આ સાથે ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ હશે.

ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જો કે આ ફિલ્મ ખુબ મોટા બજેટમાં બની રહી છે. કારણ કે આ ફિલ્મ પાછળ 400 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. પરંતુ આ ફિલ્મ માટે અજય દેવગણ એક પણ રૂપિયો લેવાના નથી. અજય દેવગણ આ ફિલ્મ ફ્રી માં કરી રહ્યાં છે. 

ટોલિવૂડ ડોટ નેટ નામની સિનેમા વેબસાઈટ સાથે RRRના પ્રોડ્યુસર ડી.વી.વી દન્ચ્યા સાથે વાત કરતાં જણાવ્યું કે અમે અજય દેવગણને ફીસ આપવાં માટે તૈયાર હતા પરંતુ અજયે આ ઓફરને ઠુકરાવી દીધી. તેમણે કહ્યું કે અજય અને રાજામૌલીની દોસ્તી ખુબ જૂની છે. અને તે માટે તેમણે પૈસા લેવાની ના કહી દીધી. અજય અને રાજામૌલી દોસ્તીની શરૂઆત 2012થી થાઈ છે. જયારે રાજામૌલીની ફિલ્મ 'ઇગા' જે હિન્દીમાં 'મક્ખી' નામથી રીલીઝ થઈ હતી જેમાં અજયે નાનો એવો વોઈસ ઓવર આપ્યો હતો.  ત્યારથી રાજામૌલી અને અજય દેવગણ એકબીજાથી પરિચિત છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The MASSIVE MULTISTARRER shoot begins today. #RRRShootBegins

A post shared by RRR Movie (@rrrmovie) on

RRRમાં અજય દેવગન સરદાર ભગતસિંહના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા સત્ય ઘટના આધારિત હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgan Aliaa Bhatt Junior NTR RRR Ramcharan SS Rajamouli અજયદેવગણ આલિયા ભટ્ટ એસ.એસ.રાજામૌલી જુનિયર એનટીઆર રામચરણ Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ