બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેમાં 11,558 પદ પર નીકળી ભરતી, ફોર્મ ભરતી વખતે આ ખાસ બાબતોનું રાખજો ધ્યાન
Last Updated: 12:18 AM, 9 September 2024
નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા રોજગાર અખબારમાં પ્રકાશિત એક ટૂંકી સૂચના અનુસાર, સ્નાતક અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ હશે. RRB ટૂંક સમયમાં જ સત્તાવાર વેબસાઇટ પર NTPC ભરતી માટે સૂચના બહાર પાડશે. આ ભરતી ઝુંબેશ હેઠળ, વિવિધ નોન-ટેક્નિકલ પોસ્ટ્સ માટે 11,558 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. ગ્રેજ્યુએટ કેટેગરી હેઠળ કુલ 8113 પોસ્ટ્સ અને અંડરગ્રેજ્યુએટ કેટેગરીમાં 3445 પોસ્ટ્સ પર ભરતી થશે. સ્નાતક પદો પર ભરતી માટે ઉમેદવારો માટેની સત્તાવાર લિંક સપ્ટેમ્બર 14, 2024 ના રોજ ખુલશે અને છેલ્લી તારીખ ઓક્ટોબર 13 છે. જ્યારે અંડરગ્રેજ્યુએટ (10+2) પોસ્ટ માટે સત્તાવાર વેબસાઇટ પરની લિંક 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ખુલશે અને અરજી કરવાનો છેલ્લો દિવસ 20 ઓક્ટોબર, 2024 છે.
ADVERTISEMENT
હાલમાં દેશમાં યુવાનો બેરાજગારીથી ઝઝુમી રહ્યા છે. લોકો લાંબા સમયથી આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે 12મું પાસ ઉમેદવારો અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
ADVERTISEMENT
સ્નાતક સ્તરની પોસ્ટ
અંડરગ્રેજ્યુએટ પોસ્ટ
વધુ વાંચો : આધાર અપડેટ કરવાનો છેલ્લો મોકો, આ તારીખ પછી ફ્રી સેવા થઈ જશે બંધ
સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 500 છે અને અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ 250 છે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર વિગતવાર સૂચનાની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી સત્તાવાર સૂચનામાં આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.