ટ્રાફિક દંડ /
બુલેટ પર રૉફ મારતા પહેલાં આ વાત જાણી લેજો, નહીંતર ભરવો પડશે આવો દંડ
Team VTV05:47 PM, 27 Nov 19
| Updated: 05:53 PM, 27 Nov 19
રોયલ એનફિલ્ડ યુવાનોમાં ખુબ લોકપ્રિય બાઈક છે. લોકો તેમાં વિવિધ ફેરફારો કરાવીને ચલાવતા હોય છે. આ બાઈકમાં સૌથી વધુ યુવાનો કોઈ વસ્તુમાં ફેરફાર કરતા હોય તો તે છે સાયલેન્સર. પરંતુ હવે નવા નિયમો હેઠળ આવા વાહનચાલકોને ભારે દંડ ફટકારવામાં આવે છે. લોકો સાયલેન્સર બહારથી નખાવે છે જે RTOનાં નિયમોનું ઉલ્લંઘન કરે છે, જોકે કંપની દ્વારા વોરંટીયુક્ત સાયલેન્સર આપવામાં આવે છે જે નિયમોનું ઉલ્લંઘન નથી જેથી તે બાઈકમાં લગાવી શકાય છે.
યુવાનોમાં વધુ અવાજ કરે તેવા બાઈક લોકપ્રિય
હરિયાણામાં એક યુવાનને 32,500 રૂપિયાનો દંડ
કંપની દ્વારા 16 અલગ અલગ પ્રકારની ડીઝાઈનમાં સાયલેન્સર મળે છે
નવા નિયમો લાગુ થયા બાદથી જ પોલીસ દ્વારા કડકપણે તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે
યુવાનો પ્રચલિત રૂપે બુલેટ બાઈક માટે ખુબ અવાજ કરે તેવા સાયલેન્સર બાઈકમાં લગાવે છે. યુવાનોની માન્યતા પ્રમાણે જ્યારે તેઓ આવા સાયલેન્સર સાથે રસ્તા પર નીકળે તો તેને શોભાની વાત માને છે. પરંતુ હવે આવા યુવાનોએ ચેતી જવાની જરુર છે કારણે કે નવા મોટર વ્હીકલ કાયદા હેઠળ ખુબ અવાજ કરતા વાહનોને અધધ દંડ ફટકારવામાં આવશે. નવા નિયમો લાગુ થયા બાદથી જ પોલીસ દ્વારા કડકપણે તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં જ હરિયાણામાં પોલીસે આવા જ એક યુવાનને દંડ ફટકાર્યો છે.
પોલીસે રોક્યો ત્યારે ભાગ્યો યુવાન, બીજી ચેક-પોસ્ટ પરથી ઝડપાયો
જાણકારી અનુસાર ઘટના હરિયાણાનાં ગુહાનાની છે જ્યાં પોલીસે એક યુવાનને પકડ્યો જેણે વધુ અવાજ કરે તેવું સાયલેન્સર બાઈકમાં લગાવેલું હતું. પોલીસનું કહેવું છે કે આ નિયમોનું ઉલ્લંઘન છે જે બદલ યુવાનને 32,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જોકે આ યુવક હેલ્મેટ વગર બાઈક લઈને આવતો હતો ત્યારે પોલીસે તેને રોકવાના પ્રયત્નો કર્યા. તેનું બાઈક પણ ખુબ અવાજ કરી રહ્યું હતું. પોલીસનાં રોકવા છતાં યુવાન ત્યાંથી ભાગી ગયો જે બાદ તેને બીજી ચેક-પોસ્ટ પરથી પકડવામાં આવ્યો. પોલીસે સુઝબુઝથી યુવકને ઝડપી લીધો.
ડ્રાઈવિંગ લાઈસન્સ , ઇન્સ્યોરન્સ પેપર, પીયુસી જેવા દસ્તાવેજ પણ ન હતાં
એક રીપોર્ટ અનુસાર જ્યારે ટ્રાફિક પોલીસે યુવકને પકડ્યો ત્યારે અલગ અલગ મામલામાં ચલણ આપવામાં આવ્યા. યુવક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હતું, ઇન્સ્યોરન્સ પેપર, પીયુસી જેવા દસ્તાવેજ પણ ન હતાં. આ સિવાય યુવકે હેલ્મેટ પહેર્યું ન હતું અને બાઈક પણ વધારે અવાજ કરતુ હતું. આ બધા જ મામલામાં યુવક પાસેથી દંડ લેવામાં આવ્યો.
કંપની દ્વારા 16 અલગ અલગ પ્રકારની ડીઝાઈનમાં સાયલેન્સર મળે છે
જો આપ પણ Royal Enfield બાઈક ચલાવો છો તો તમારે પણ ચેતી જવાની જરૂર છે. ફેશનની ઘેલછામાં લોકો વધુ અવાજ કરતા સાયલેન્સર નખાવે છે જે ધ્વની પ્રદુષણ પણ વધે છે. હવે નવા નિયમો હેઠળ આવા વાહનોને ભારે દંડ ફટકારવામાં આવશે. જો તમારે સાયલેન્સર નાખાવું જ હોય તો બજારમાં મળતાં સાયલેન્સરની જગ્યાએ કંપની દ્વારા આપવામાં આવતા સાયલેન્સર નંખાવી શકો છે. કંપની દ્વારા 16 અલગ અલગ પ્રકારની ડીઝાઈનમાં સાયલેન્સર મળે છે. કંપની તેના મેટ વોરંટી પણ આપે છે.