બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / KKR મેચ હારતા અજબ ગજબ મીમ્સનો મારો, તમે હસવાનું રોકી નહીં શકો!

ક્રિકેટ / KKR મેચ હારતા અજબ ગજબ મીમ્સનો મારો, તમે હસવાનું રોકી નહીં શકો!

Last Updated: 01:23 PM, 23 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB vs KKR Viral Memes : ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત પછી સોશિયલ મીડિયા પર મીમ્સનુ તો જાણે કે પૂર આવ્યું

RCB vs KKR Viral Memes : શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને સરળતાથી હરાવ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16.2 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું. ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત પછી સોશિયલ મીડિયા પર મીમ્સનુ તો જાણે કે પૂર આવ્યું.

સોશિયલ મીડિયા પર ફની મીમ્સ સતત વાયરલ થઈ રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સતત રમુજી મીમ્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સનો ભરાવો છે. આ રમુજી મીમ્સ જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં.

નોંધનિય છે કે, પહેલા બેટિંગ કરવા આવેલા કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કેપ્ટન અજિંક્ય રહાણેએ 31 બોલમાં સૌથી વધુ 56 રન બનાવ્યા. સુનીલ નારાયણે 26 બોલમાં 44 રન બનાવ્યા. આ ઉપરાંત અંગ્રીશ રઘુવંશીએ 22 બોલમાં 30 રનની ઇનિંગ રમી પરંતુ કોલકાતા નાઈટ રાઇડર્સના અન્ય બેટ્સમેનોએ નિરાશ કર્યા. રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, ક્વિન્ટન ડી કોક અને વેંકટેશ ઐયર જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા. તેથી, સારી શરૂઆત છતાં, કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ ફક્ત 174 રન સુધી પહોંચી શકી.

વધુ વાંચો : આજે CSK અને MI વચ્ચે જંગ, કેવો રહેશે પીચ અને મોસમનો મિજાજ, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ સરળતાથી જીતી લીધી

કોલકાતા નાઈટ રાઈડર્સના 174 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સારી શરૂઆત કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 95 રન જોડ્યા. વિરાટ કોહલીએ 59 રન બનાવ્યા. જ્યારે ફિલ સોલ્ટે 56 રનનું યોગદાન આપ્યું. આ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RCB vs KKR IPL 2025 RCB vs KKR Viral Memes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ