બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ! મહાકુંભ જવા માટે ભક્તોની ભીડ ઉમટી, 15 લોકોના મોત

Mahakumbh 2025 / નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ! મહાકુંભ જવા માટે ભક્તોની ભીડ ઉમટી, 15 લોકોના મોત

Last Updated: 12:31 AM, 16 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અતિશય ભીડ હોવાના કારણે ત્યાં સફોકેશનની સ્થિતિ સર્જાઇ જેના કારણે  ઘણા લોકો બેભાન થઈ ગયા.

નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર મોટી દુર્ઘટના બની છે. અતિશય ભીડ હોવાના કારણે ત્યાં સફોકેશનની સ્થિતિ સર્જાઇ જેના કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ. સૂત્રો અનુસાર ભાગદોડમાં 15 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પ્રયાગરાજ જવા માટે રાત્રે 8 વાગ્યે અચાનક એક સાથે નવી દિલ્હી સ્ટેશન પર ઘણા લોકો આવી ગયા, જેના કારણે ત્યાં અફરા-તફરી મચી ગઈ.  

સૂત્રો અનુસાર, 14 લોકોને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન પર પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય ચાલુ છે. પ્રયાગરાજ તરફ જતી તે ટ્રેન મોડી પડી હતી, જેના કારણે પ્લેટફોર્મ પર ભીડ ભેગી થઈ ગઈ. સૂત્રો અનુસાર, ભાગદોડમાં 15 લોકોના મોત થયા છે. હવે પ્રયાગરાજઆ માટે બે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે અને વહેલી તકે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની ખબર સામે આવી છે.   

તપાસમાં રેલવે

આ ઘટના અંગે, ઉત્તરી રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, "નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ ભાગદોડ થઈ નથી. આ માત્ર એક અફવા છે. ઉત્તર રેલ્વે પ્રયાગરાજ માટે બે ખાસ ટ્રેનો ચલાવી રહી હતી." રેલવે વહીવટીતંત્રે મુસાફરોને શાંત રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. રેલવે અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે કે ટ્રેનો કેમ રદ કરવામાં આવી અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં.

યાત્રીએ પોતાની આંખોથી દેખી કહી

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હાજર એક યાત્રીએ કહ્યું, "જો અમને બહાર રોકવામાં આવી રહ્યા છે, તો પ્લેટફોર્મ પર ટ્રેનને પણ થોભાવો. આવો તો નહિ થાય કે અમે સ્ટેશનની બહાર ઊભા છીએ અને ટ્રેનો આવી રહી છે અને જઈ રહી છે." એક અન્ય યાત્રીએ કહ્યું, 'એક કલાક પહેલાથી પ્લેટફોર્મ પર ઊભો હતો, પરંતુ ટ્રેનમાં ન ચડી શક્યો, એટલી ભીડ હતી. ટોયલેટમાં સીડીઓ પર દરેક જગ્યાએ લોકોની ભીડ હતી. યાત્રી ટ્રેનમાં ચડી શકે એવી કોઈ મદદ કરવાના વાળું પ્લેટફોર્મ પર નહતું."

આ પણ વાંચો: વોટના બદલામાં નોટ! ભાજપે ચૂંટણી જીતવા રૂપિયાની ઓફર કરતો વીડિયો વાયરલ

મહાકુંભના કારણે આવતી જતી તમામ ટ્રેનોમાં અત્યારે ઘણી ભીડની સ્થિતિ જોવા મળી રહી છે. મહાકુંભમાં આ સમયે દરરોજ લાખો લોકો સંગમ સ્થાનમાં ડૂબકી લગાવી રહ્યા છે. મેળા તંત્ર તરફથી જારી કરાયેલા આંકડા અનુસાર, શનિવારે સાંજે 8 વાગ્યા સુધી કુલ 2.36 કરોડ શ્રધ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું અને 13 જાન્યુઆરી બાદથી અત્યાર સુધી કુલ 52.83 કરોડ શ્રધ્ધાળુ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maha Kumbh 2025 New Delhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ