બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:13 PM, 9 October 2024
દેશના ચર્ચિત રુપ કંવર સતી કાંડમાં 37 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. જયપુરની વિશેષ કોર્ટે આ કેસના તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યાં છે. આ કેસના આઠ આરોપીઓમાં શ્રવણ સિંહ, મહેન્દ્ર સિંહ, નિહાલ સિંહ, જિતેન્દ્ર સિંહ, ઉદય સિંહ, નારાયણ સિંહ, ભંવર સિંહ અને દશરથ સિંહ છે.
ADVERTISEMENT
શું છે 1987નો રુપ કંવર સતી કાંડ
રાજસ્થાનના જયપુરમાં રહેતી 18 વર્ષની રૂપ કંવરના લગ્ન સીકર જિલ્લાના દિવરાલામાં મલ સિંહ શેખાવત સાથે થયા હતા. લગ્નના 7 મહિના પછી માંદગીના કારણે માલ સિંહનું અવસાન થયું. આ પછી રુપ કંવર 4 સપ્ટેમ્બર 1987ના રોજ પતિની ચિતા સાથે સળગીને સતી થઈ હતી. ગામલોકોએ દિવરાલામા ચિતા સ્થળ પર એક મંદિર બનાવ્યું હતું અને ચુનરી મહોત્સવ પણ ઉજવ્યો હતો.
ADVERTISEMENT
રુપ કંવર પોતાની મેળે સતી થઈ નહોતી
રુપ કંવરના સતી થયા બાદ દેશભરમાં હોબાળો મચ્યો હતો. તપાસમા જાણવા મળ્યું કે રૂપ કંવરે સ્વેચ્છાએ સતી થઈ નહોતી પરંતુ તેની પર સતી થવાનું દબાણ કર્યું હતું. તે સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી હરદેવ જોશી હતા. તેમણે હાઈકોર્ટમાં 39 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે બધા પર દિવરાલા ગામમાં એકઠા થઈને સતી પ્રથાની મહિમા કરવાનો આરોપ હતો.
રૂપ કંવરને સળગતી જોનાર તેજ સિંહે શું કહ્યું
રૂપ કંવરને અગ્નિદાહ આપતી વખતે હાજર રહેલા તેજ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે તેણે 15 મિનિટ સુધી પતિની ચિતાની પરિક્રમા કરી હતી. તેને કહેવામાં આવ્યું કે ઉતાવળ કરો નહીંતર પોલીસ આવશે. આના પર તેણે કહ્યું કે ચિંતા ન કરો. પછી તે ચિતા પર ચઢી અને પતિનું માથું તેના ખોળામાં મૂક્યું. આ પછી નાના ભાઈ માલસિંહની ચિતાને દિવાસળી ચાંપી પરંતુ આગ ન લાગી, લોકોએ ડબ્બાં ભરી-ભરીને ઘી નાખ્યું અને ચિતા સળગી પરંતુ રુપ કંવર ચિતા પરથી નીચે પડી ગઈ પરંતુ પતિનો પગ પકડીને પાછી આવી. પુત્રી સળગી ગયા બાદ તેના પરિવારજનોને પણ આ બાબતની જાણ થઈ હતી. ચિતાની જગ્યાએ તેમના નામ પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ હાજરી આપી હતી. આ સમગ્ર મામલે સમગ્ર ગામ વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં રૂપના સસરાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.