roof of toll plaza collapsed in storm on national highway employees injur
હરિયાણા /
નેશનલ હાઈવે પર વાવાઝોડાના કારણે ટોલ ફ્રી થયો, છત નીચે પડી જતાં ટોલ વસૂલવાનું બંધ કર્યું
Team VTV11:42 AM, 31 May 22
| Updated: 11:43 AM, 31 May 22
સોમવારની બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ થયો હતો. અચાનક આવેલા આ તોફાનના કારણે હરિયાણાના સોનીપતમાં આવેલા મુરથલ ટોલ પ્લાઝાની છત ધડામ દઈને નીચે આવી પડી હતી.
સોમવારે વાતાવરણમાં પલ્ટો આવતા પવન અને વરસાદ થયો
દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં અસર વર્તાઈ
હરિયાણાના સોનીપતમાં ટોલ પ્લાઝની છત પડ ગઈ
સોમવારની બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ થયો હતો. અચાનક આવેલા આ તોફાનના કારણે હરિયાણાના સોનીપતમાં આવેલા મુરથલ ટોલ પ્લાઝાની છત ધડામ દઈને નીચે આવી પડી હતી. તેનાથી પાનીપત તરફથી દિલ્હી જતાં વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. જો કે, ઘટનાસ્થળે હાજર કર્માચારીઓએ ક્રેન અને જેસીબીની મદદથી રસ્તા સાફ કરીને વાહનવ્યવહાર ચાલુ કર્યો હતો. પણ ટોલ પ્લાઝાની આખી છત તૂટી ગઈ હતી. જ્યારે તોફાન આવ્યું ત્યારે કેબિનમાં કર્મચારીઓ પણ બેઠા હતા. તેમાંથી અમુક કર્મચારીઓ ઘાયલ થયા હોવાની વિગતો પણ મળી રહી છે. જો કે, અધિકારીઓ તેના વિશે કંઈ પણ કહેવા તૈયાર નથી.
મુરથલ ટોલ પ્લાઝાની છત નીચે પડતા લેન નંબર 1 અને 2 પર આવેલા બૂથ તૂટી ગયા હતા. જ્યારે અમુક કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા. જેમને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ચાર ટ્રક અને કેંટનરોના કારણે મોટી દુર્ઘટના ટળી
તોફાનના કારણે જે સમયે ટોલની છત નીચે પડી તે સમયે ટોલની લેન નંબર 2, 4, 7 તથા 9માંથી ટ્રક પસાર થઈ રહ્યા હતા. ટોલની છત તે ટ્રક પર આવીને પડી. જેનાથી બાકીની લેન તૂટતા બચી ગઈ હતી અને મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી. 12 તથા 13 નંબર લેન અને ઈમરજન્સી લેનના કારણે વાહનોનું અવરજવર ચાલુ રહ્યું હતું.
જામથી બચવા માટે ટેક્સ વસૂલવામાં આવ્યો નહીં
ટ્રકો પર ટોલની છત પડવાના કારણે 12 તથા 13 નંબરની લેન પર બનેલી છત પડતા બચી ગઈ હતી. ત્યારે આવા સમયે વાહનોનું અવરજવર પ્રભાવિત ન થાય તેના માટે ટોલ પ્રશાસન તરફથી ટોલ વસૂલવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. તથા 12 અને 13 લેન ઈમરજન્સી લેન રોક ટોક વગર અવરજવર શરૂ કરી દીધી હતી. મોડી રાતે સુધી ટોલ છત રિપેરનું કામ ચાલું હતું અને આ દરમિયાન કોઈ પણ વાહનનો ટોલ વસૂલવામાં આવ્યો નહોતો.