Ronaldo will be the father of 6 children without marriage
GOOD NEWS /
લગ્ન વગર જ 6 બાળકોનો બાપ બનશે રોનાલ્ડો, 1 નહી અલગ અલગ ગર્લફ્રેન્ડથી પેદા થયા બેબી
Team VTV12:20 PM, 29 Oct 21
| Updated: 12:24 PM, 29 Oct 21
પિતા બનવાની ખુશી કંઇક અનેરી જ હોય છે. રોનાલ્ડો પણ 6ઠ્ઠી વાર પિતા બનવા જઇ રહ્યો છે. સ્ટાર ફૂટબોલર જુડવા બાળકોનો પિતા બનવા જઇ રહ્યો છે.
રોનાલ્ડો છઠ્ઠીવાર બનશે પિતા
અલગ અલગ ગર્લફ્રેન્ડથી છે બાળકો
લગ્ન વગર જ 4 વાર બન્યો પિતા
અલગ અલગ ગર્લફ્રેન્ડથી બાળકો
ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોએ આ વાતની ઘોષણા કરી હતી કે જોર્જીના અને તે જુડવા બાળકોના માતા-પિતા બનવાના છે. તમને જાણીને હેરાની થશે કે જોર્જીના રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ છે અને તેની 4 ગર્લફ્રેન્ડ રોનાલ્ડોના બાળકને જન્મ આપી ચૂકી છે. દરેક બાળકની માતા અલગ છે.
ઇન્સ્ટા પર શૅર કરી તસવીર
રોનાલ્ડોએ ગુરુવારે ઇન્સ્ટા પર પોતાની અને ગર્લફ્રેન્ડની તસવીર શૅર કહી હતી અને લખ્યું હતું કે, અમે જુડવા બાળકોના માતા-પિતા બનવા જઇ રહ્યાં છીએ. તમને મળવા રાહ નથી જોઇ શકતાં. સાથે જ રોનાલ્ડોએ એક બીજી તસવીર શૅર કરી છે જેમાં તે પોતાના 4 બાળકો સાથે પૂલમાં નાહી રહ્યો છે. આ તસવીર આગની જેમ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેના પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યાં છે.
બાળકોની માતા અલગ
રોનાલ્ડોને અલગ અલગ ગર્લફ્રેન્ડથી 4 બાળકો છે. અત્યારે તે સુપરસ્ટાર જોર્જીનાને ડેટ કરી રહ્યાં છે. બંનેની 3 વર્ષની એક બાળકી પણ છે જેનું નામ માર્ટિના છે. રોનાલ્ડોના સૌથી મોટા દિકરા ક્રિસ્ટિયાનો જુનિયરનો જન્મ જૂન 2010માં થયો હતો. તેના 7 વર્ષ બાદ જૂન 2017માં જુડવા બાળકો ઇવા અને માતેઓના પિતા બન્યા.
જોર્જીયા ગુચ્ચીની મૉડલ રહી ચૂકી છે. બંનેની મુલાકાત 2016માં સ્પેનમાં થઇ હતી જ્યારે તે ગુચ્ચીના શોરૂમમાં ખરીદી કરવા ગયો હતો. તેમની મુલાકાત ધીરે ધીરે પ્રેમમાં બદલાઇ ગઇ હતી. રોનાલ્ડો આ જુડવા બાળકો બાદ પણ બાળકો પેદા કરવા માંગે છે કારણકે તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે 7 બાળકો ઇચ્છે છે.