પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝની લાઇફ સ્ટાઇલ મેન્ટેન કરવા માટે દર મહિને 74 લાખ રૂપિયા ખર્ચ કરે છે. રોનાલ્ડો જુવેન્ટ્સ ક્લબ પાસેથી વાર્ષિક 28 મિલિયન ડોલર એટલે કે રૂ. 200 કરોડની સેલેરી લે છે. જ્યોર્જિના રોનાલ્ડોની પુત્રી અલાના માર્ટિનાની મમ્મી છે. એ ઉપરાંત તે રોનાલ્ડોનાં ત્રણ બાળકો ઈવા, માટિયો અને ક્રિસ્ટિયાનો જુનિયરની પણ દેખભાળ કરે છે. 26 વર્ષીય જ્યોર્જિનાને થોડા દિવસ પહેલાં જ કરોડો રૂપિયાની કાર બર્થ ડે પર ગિફ્ટ કરી હતી.
દર મહિને 74 લાખ રૂપિયા ખર્ચ કરે છે
જ્યોર્જિના રોનાલ્ડોનાં ત્રણ બાળકોની માતા છે
લાઇફ સ્ટાઇલ મેન્ટેન કરવા પાછળ રૂપિયા આપે છે
રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારો ખેલાડી છે.
રોનાલ્ડો ચાહકોની સંખ્યા 20 કરોડથી વધુ છે, જ્યારે જ્યોર્જિનાના ઇન્સ્ટાગ્રામ પર 16.5 મિલિયન ફોલોઅર છે. જ્યોર્જિના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 6600 પાઉન્ડની કમાણી કરે છે.
રોનાલ્ડોએ 26 વર્ષીય જ્યોર્જિનાને થોડા દિવસ પહેલાં જ કરોડો રૂપિયાની કાર બર્થ ડે પર ગિફ્ટ કરી હતી. જ્યોર્જિના આજે લક્ઝરી લાઇફ સ્ટાઇલનો સિમ્બોલ બની ચૂકી હોય, પરંતુ તેનું બાળપણ એટલું સારું વીત્યું નહોતું.
જ્યોર્જિના (Source : Instagram)
સ્પેનમાં ફૂટબોલર પિતાના ઘરમાં જન્મેલી જ્યોર્જિના બાળપણથી જ બેલે ડાન્સર બનવા ઇચ્છતી હતી. કિશોરાવસ્થા બાદ જ્યોર્જિનાએ ઘરખર્ચ ચલાવવા માટે વેઇટ્રેસનું પણ કામ કર્યું હતું. 19 વર્ષની ઉંમરે તે બ્રિસ્ટલ આવી ગઈ હતી, જ્યાં તેણે પ્રતિ કલાકના સાડા નવ પાઉન્ડની સેલેરીથી કામ કર્યું હતું.
ત્યાર બાદ પોતાનાં સપનાં પૂરાં કરવા માટે તે મેડ્રિડ ચાલી ગઈ. મેડ્રિડમાં મૂવી સ્ટોરમાં કામ કરતાં તેની મુલાકાત રોનાલ્ડો સાથે થઈ હતી અને ત્યાર બાદ તો જ્યોર્જિનાની જિંદગી જ બદલાઈ ગઈ હતી.