Team VTV10:40 AM, 19 Jun 21
| Updated: 10:44 AM, 19 Jun 21
પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 300 મિલીયન ફોલોઅર્સ થઇ ગયા છે અને આ કામ કરનારો રોનાલ્ડો દુનિયાનો પહેલો વ્યક્તિ છે.
રોનાલ્ડોના ઇન્સ્ટા પર 300 મિલીયન ફોલોઅર્સ
દુનિયામાં આટલા ફોલોઅર્સ ધરાવનાર પહેલો વ્યક્તિ
થોડા સમય પહેલા કોકા કોલા પર વીડિયો થયો હતો વાયરલ
રોનાલ્ડો ફોટો બ્લોગિંગ વેબસાઇટ પર પણ 200 મિલીયનનો આંકડો પાર કરનાર પહેલો વ્યક્તિ હતો. ઇન્સ્ટાગ્રામ પર બીજા નંબરે કાબિઝ ડ્વેન છે જેના 246 મિલીયન ફોલોઅર્સ છે.
ઇન્સ્ટા પર સૌથી વધારે કમાણી કરે છે
ગયા વર્ષે આવેલી એક રિપોર્ટ અનુસાર રોનાલ્ડો ઇન્સ્ટાથી સૌથી વધુ કમાણી કરનાર સેલેબ છે. માર્ચ 2019થી માર્ચ 2020 સુધી રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામથી સૌથી વધારે પૈસા કમાયા હતા. તેણે $50.3 મિલીયન મળ્યા જે તેની સેલેરી કરતા પણ વધારે છે. ઇન્ટરનેટ સેલેબ કાઇલી જેનર કરતા પણ વધારે કમાય છે.
રોનાલ્ડોનો વીડિયો થયો હતો વાયરલ
યુરો કપ દરમિયાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ કોનફેરેન્સમાં એવું કર્યું કે જેના કારણે કોકાકોલાના શેર બજારના ભાવ એક જ ઝાટકામાં નીચે આવી ગયા. એક અનુમાન મુજબ કંપનીને ચાર બિલિયન ડોલરનું નુકસાન થયું છે. હમણાં વચ્ચે જ તમે સાંભળ્યું હશે કે ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક દ્વારા એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં તેણે એક ટ્વિટ કરી હતી. તેમણે માત્ર બિટકોઈન લખતા બિટકોઇનના ભાવમાં સતત ઉછાળો આવી ગયો હતો.
દુનિયાની સૌથી જાણીતી સોફ્ટ ડ્રિંક કંપની કોકાકોલા
આવું જ કઇંક એક બીજી કંપની સાથે થયું, આ કંપની દુનિયાની સૌથી જાણીતી સોફ્ટ ડ્રિંક કંપની કોકાકોલા છે અને આ થવા પાછળનું મુખ્ય કારણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેના દ્વારા બોલવામાં આવેલ બે શબ્દોને માર્કેટમાં આટલા બધા ફેરફાર થઈ ગયો. માનવામાં આવે છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ શબ્દોને કારણે કંપનીના શેર લગભગ 30 હજાર કરોડ રૂપિયા સુધી નીચે આવી ગયા.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગોલ ટીમનો કેપ્ટન
આખી ઘટના એવી છે કે હાલમાં ફૂટબોલની સિઝન ચાલી રહી છે અને યુરો કપ રમાઈ રહ્યો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગોલ ટીમનો કેપ્ટન છે. એક પ્રેસ કોનફેરેન્સમાં તેના માઇક પાસે બે કોકાકોલા અને અને એક પાણીની બોટલ રાખવામાં આવી હતી. અચાનક જ તેણે કોકાકોલામી બંને બોટલ્સ બાજુ પર મૂકી દીધી અને પાણીની બોટલ ઉઠાવીને તેણે કહ્યું કે 'ડ્રિંક વોટર' બસ આટલું બોલતા જ કોકાકોલા કંપનીના શેરના ભાવમાં ઘટાડો થવા લાગ્યો અને 4 બિલિયન ડોલર સુધી નીચે આવી ગયા.
આ ઘટના બાદ કંપનીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ખેલાડીઓ પાસે ઘણા બધા પ્રકારના ડ્રિંક મૂકવામાં આવે છે, પણ ખેલાડીઓ પોતાની રીતે તેમનું મનગમતું ડ્રિંક પીવે છે.