બાંગ્લાદેશ વનડે સિરિઝમાં પરાજય બાદ ટીમ ઈન્ડીયાના કોચ રાહુલ દ્રવિડે એવું જણાવ્યું કે ઈજાને કારણે ત્રણ ખેલાડીઓને આરામ અપાયો છે.
બાંગ્લાદેશ વનડે સિરિઝમાં ભારતના પરાજય બાદ લેવાયો મોટો નિર્ણય
રોહિત શર્મા, દીપક ચાહર અને કુલદીપ સેનને ઈજાને કારણે અપાયો આરામ
કોચ રાહુલ દ્રવિડે માહિતી આપી
બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં થયો છે ભારતનો પરાજય
બાંગ્લાદેશ સામે વનડે સિરિઝ હારનારી ટીમ ઈન્ડીયાને વધુ એક ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડીયાના કોચ રાહુલ દ્રવિડે એવું જણાવ્યું કે ઈજાને કારણે રોહિત શર્મા, દીપક ચાહર અને કુલદીપ સેનને આરામ અપાયો છે.
બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયા 3 ખેલાડીઓ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચમાં રોહિત શર્મા, દીપક ચાહર અને કુલદીપ સેન ઈજાગ્રસ્ત થયા હતા અને તેથી તેઓ હવે પછીની એક વનડે અને ત્રણ ટેસ્ટમાં રમી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. આ મેચમાં ભારતીય ટીમને 5 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પ્રથમ વન ડેમાં બાંગ્લાદેશે એક વિકેટથી વિજય મેળવ્યો.
રોહિત, કુલદીપ, દીપક મુંબઈ પરત ફરશે
સિરિઝની ત્રીજી વન ડે 10મી ડિસેમ્બરે બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં રમાશે. રાહુલ દ્રવિડે કહ્યું કે કુલદીપ, દીપક અને રોહિત આગામી મેચમાં રમી શકશે નહીં. કુલદીપ અને દીપક શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. રોહિત પણ આગામી મેચ રમી શકશે નહીં. કોચ દ્રવિડે કહ્યું, "તેઓ પાછા મુંબઈ જશે, જ્યાં નિષ્ણાતો તેમની તપાસ કરશે. તે પછી જ તેઓ ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે જાણી શકાશે. પરંતુ ત્રણેય સિરીઝની છેલ્લી વન ડે નહીં રમી શકે તે નક્કી છે.