બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'બાજીરાવ સિંઘમ'નું જમ્મુ-કાશ્મીરમાં ટ્રાન્સફર, પોલીસની વર્ધીમાં જોવા મળ્યો અજય દેવગણનો ધાંસૂ લૂક
Last Updated: 02:41 PM, 24 May 2024
ડિરેક્ટર રોહિત શેટ્ટી હવે તેમની આગામી ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેમની આગામી ફિલ્મ સિંઘમ 3 છે, જેનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. એકવાર ફરી તે અજય દેવગન સાથે કશું મોટું કરવા જઈ રહ્યા છે. ત્યારે સિંઘમ 3ના સેટ પરથી અજય દેવગનનો ફોટો સેર કર્યો છે. આ ફોટો સાથે જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરનું શેડ્યુલ પૂરું થઈ ગયું છે.
ADVERTISEMENT
#WATCH | Renowned Bollywood actor Ajay Devgn expressed his heartfelt gratitude to the Jammu and Kashmir Government for their unwavering support during the shooting of his upcoming movie, 'Singham-3', in Kashmir: Information & PR, J&K
— ANI (@ANI) May 24, 2024
(Source: Information & PR, J&K) pic.twitter.com/pIr8Tec2e2
રોહિત શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર સેટ પર તેના મુખ્ય અભિનેતા અજય દેવગનનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અજય દેવગન પોલીસનો યુનિફોર્મ પહેરીને સિંઘમની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેના બેકગ્રાઉન્ડમાં બરફથી ઢંકાયેલા પર્વતો અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સશસ્ત્ર વાહનો છે.
ADVERTISEMENT
જલ્દી આવી રહી છે સિંઘમ 3
ડિરેક્ટરે કેપ્શનમાં લખ્યું, જમ્મુ અને કાશ્મીર પોલીસના SSP (SOG) સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. 'સિંઘમ અગેન' ટૂંક સમયમાં આવી રહી છે. જોકે, 'સિંઘમ 3'ના નિર્માતાઓએ હજુ સુધી રિલીઝની તારીખ જાહેર કરી નથી. રોહિતે 18 મેએ શ્રીનગરમાં સિંઘમ ૩નુ શૂટિંગ શરૂ કર્યું. અજય જેકી શ્રોફ શ્રીનગરમાં શૂટિંગ કરતા જોવા મળ્યા. શૂટિંગ જોવા માટે ડઝનબંધ સ્થાનિક લોકો ભેગા થયા. 23 મે 2024ના રોજ અજય દેગવાન પણ મુંબઈ એરપોર્ટ પર પરત ફરતો જોવા મળ્યો હતો.
વધુ વાંચો: UAE સરકાર તરફથી રજનીકાંતને મળ્યું ગોલ્ડન વિઝાનું બહુમાન, વીડિયો શેર કરીને માન્યો આભાર, જાણો ખાસિયત
'સિંઘમ 3'ની કાસ્ટ
ફિલ્મ સિંઘમ 3માં કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર જેવા કલાકારો જોવા મળશે. 'સિંઘમ 3' એ રોહિતની કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે, જે 'સિંઘમ રિટર્ન્સ'ની આગામી સિક્વલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.