બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma's joke with the umpire can be heavy, ICC can take action! See what the whole event is

VIDEO / અમ્પાયર સાથે મજાક રોહિત શર્માને પડી શકે છે ભારે, ICC લઇ શકે છે એક્શન! જુઓ શું છે સમગ્ર ઘટના

Megha

Last Updated: 09:55 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTCની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની પકડ ઘણી નબળી, હાલ વાયરલ થયેલ એક વિડીયોમાં કેપ્ટન રોહિત શર્મા એવી હરકતો કરે છે કે અમ્પાયરો પણ મૂંઝાઈ જાય છે.

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ચાલી રહી છે
  • ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની પકડ ઘણી નબળી જોવા મળી
  • રોહિત શર્માએ ડીઆરએસનો ઈશારો કરવાનું નાટક કર્યું 

હાલ WTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ચાલી રહી છે અને બે દિવસ પૂરા થઈ ગયા છે. એવામાં જ્યાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની પકડ ઘણી નબળી જોવા મળી રહી છે. આ દરમિયાન બીજા દિવસથી રોહિત શર્માનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

જણાવી દઈએ કે હાલ વાયરલ થયેલ આ વિડીયો ભારતીય ટીમની બોલિંગ દરમિયાનનો છે. આમાં ભારતીય કેપ્ટન એવી હરકતો કરે છે કે અમ્પાયરો પણ મૂંઝાઈ જાય છે. વાત કઈંક એમ છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દિવસે 469 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. એ પહેલા જ્યારે મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી ક્રિઝ પર હતો. કેરીની ઇનિંગ્સની શરૂઆતમાં શમીએ તેની બોલિંગ કરી અને બેક ટુ બેક એક ઓવરમાં તેની સામે LBWની અપીલ પણ કરવામાં આવી હતી. 

રોહિત શર્માએ ડીઆરએસનો ઈશારો કર્યો
આ દરમિયાન, રોહિત શર્મા પ્રથમ વખત ડીઆરએસ માટે ગયો ન હતો અને શમીને લાગ્યું કે તે બોલ ચૂકી ગયો હશે પણ જ્યારે આગામી બોલ પર ફરીથી જોરદાર અપીલ કરવામાં આવી ત્યારે રોહિતની સાથે બોલર શમી પણ થોડો મૂંઝવણમાં જોવા મળ્યો હતો એ સમયે અંતમાં રોહિત શર્માએ એવો ઈશારો કર્યો કે પહેલા લાગતું હતું કે તેણે ડીઆરએસ લીધું છે પણ તેણે એવું કર્યું નહિ. પહેલા દિવસે પણ તેણે પીઠ પાછળ હાથ રાખીને વિચિત્ર રીતે ડીઆરએસ લીધું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

રોહિતે અમ્પાયરને કર્યો કન્ફ્યુઝ 
રોહિત શર્માએ ડીઆરએસનો સંપૂર્ણ સંકેત આપ્યો ન હતો. ડીઆરએસ માટે તમારે અંગ્રેજી અક્ષર 'T'ને બંને હાથના ઈશારામાં બનાવવાનો છે પણ રોહિતે આવું ન કર્યું પરંતુ માત્ર આવું કરવા માટે અભિનય કર્યો. ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને ક્રિસ ગેફેની બંને તેના હાવભાવથી મૂંઝવણમાં મૂકાયા હતા. સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ રોહિતની પાછળથી આની મજા લેતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. 

રોહિત શર્મા પર થઈ શકે છે કાર્યવાહી!
રોહિત શર્માના આ ઇશારાથી ફિલ્ડ અમ્પાયર સહિત ભારતીય ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા. જોકે, આ માટે તેને દંડ પણ થઈ શકે છે, જેમાં અમ્પાયરને ગૂંચવવાનો મુદ્દો સામે આવી શકે છે. હાલ ક્ષણે સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટના સમયે રોહિત શર્માના આ નાટક પર અમ્પાયર સહિત તમામ ભારતીય ખેલાડીઓ હસતા જોવા મળ્યા હતા. 

ભારતીય ટોપ ઓર્ડર થયા ફેલ 
ભારતીય ટોપ ઓર્ડર ફ્લોપ થયો અને રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી 71ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા. બીજા દિવસના અંતે ટીમે 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 48 રનની ઇનિંગ રમી અને દિવસના છેલ્લા અડધા કલાકમાં નાથન લિયોનનો શિકાર બન્યો. અજિંક્ય રહાણે (29) અને કેએસ ભરત (5) ટીમ ઈન્ડિયાની છેલ્લી આશા તરીકે ક્રિઝ પર હાજર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS Rohit Sharma WTC 2023 WTC Final Cricket match wtc final 2023 રોહિત શર્મા wtc final 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ