બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્માની કરિશ્માઈ કેપ્ટનશીપે પાકિસ્તાનને કર્યું પરાસ્ત, આ ત્રણ નિર્ણયે ફેરવી મેચ
Last Updated: 11:01 PM, 10 June 2024
ભારતે T-20 વર્લ્ડ કપની વધુ એક મેચ પાકિસ્તાનને હરાવી છે. આ મેચ શરુ થઇ એના પહેલા ભારત હોટ ફેવરિટ ટીમ માનતી હતી. પણ પ્રથમ ઇનિંગમાં ભારતની ટીમ કોલેપ્સ થઈ જતાં મેચમાં પાકિસ્તાનનું પલડું ભારે થઈ ગયું હતું. પરંતુ રોહિત શર્માની કરિશ્માઇ કેપ્ટનશીપ અને ભારતના બોલરોની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડીયાએ મેચ જીતી લીધી હતી.
ADVERTISEMENT
પાકિસ્તાનની ટીમને 20 ઓવરમાં માત્ર 120 રન જ બનાવવાના હતા. જેથી પાકિસ્તાનની ટીમ કોન્ફિડન્સમાં જોવા મળતી હતી. પરંતુ રોહિત શર્માની જોરદાર કેપ્ટનશીપને કારણે પાકિસ્તાનની ટીમ ઘૂંટણો પર આવી ગઈ હતી. રોહિતે મેચ વખતે ત્રણ એવા દાવ ખેલ્યા કે જેના કારણે પાકિસ્તાન પરાસ્ત થઈ ગયું.
અક્ષર પટેલને મોકલ્યો આગળ
ADVERTISEMENT
ભારતની ટીમ જ્યારે પ્રથમ બેટિંગ કરવા ઉતરી એના પહેલા વરસાદ પડી ચૂક્યો હતો. જેનો ફાયદો પાકિસ્તાનના ફાસ્ટ બોલરોને થઈ રહ્યો હતો. કોહલી સસ્તામાં જ પેવેલિયન ભેગો થઈ ગયો.અને જ્યારે ભારતનો સ્કોર 19/2 થયો. જેમાં રોહિત પણ 13 રન કરી આઉટ થઈ ગયો ત્યારે બધાને એમ હતું કે સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે આવશે પરંતુ રોહિતે અક્ષર પટેલને આગળ મોકલીને પાકિસ્તાની ટીમ અને ફેન્સને ચોંકાવી દિધા હતા. અક્ષર પટેલ ઓલ રાઉન્ડર હોવાથી તેને કરેલા રન ટીમ માટે બોનસ જ ગણાય એમ હતા. અક્ષર પટેલે ઋષભ પંત સાથે 39 રનની પાર્ટનરશીપ કરી હતી. આ પાર્ટનરશીપ મેચની સૌથી મોટી ભાગીદારી હતી. જેમાં તેને 18 બોલમાં 20 રન કર્યા હતા.
16મી ઓવરમાં પાકિસ્તાનને આપ્યું પ્રેશર
પાકિસ્તાનની ટીમને છેલ્લી 5 ઓવરમાં 37 રન જ કરવાના હતા. જેમાં 16મી ઓવર કોની પાસે કરાવવી તે સમસ્યા ભારત માટે ઊભી થઈ હતી. કેમ કે ભારતના ચાર સ્ટ્રાઈક બોલરની 1-1 ઓવર બાકી હતી. જેમાં મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહની એક - એક ઓવર બાકી હતી. જો આમાંથી ગમે તે એકને 16મી ઓવર કરાવામાં આવે તો પાછળ તકલીફ પડે તેમ હતી. રોહિત પાસે ઓપ્શન તરીકે ફાસ્ટ બોલર દુબે પણ હતો. પરંતુ રોહિત શર્માએ 16મી ઓવર અક્ષર પટેલને આપી હતી. જેમાં પટેલે માત્ર 2 રન જ આપ્યા હતા. 16મી ઓવરમાં 2 રન જ આવતા પાકિસ્તાન પર પ્રેશર આવી ગયું હતું. હવે પાકિસ્તાનને છેલ્લી 4 ઓવરમાં 35 રન કરવાનો વારો આવ્યો હતો.
છેલ્લી 4 ઓવરમાં બોલરોની થઈ પરફેક્ટ પસંદગી
હાર્દિક પંડ્યા ડેથ ઓવરનો સ્પેશિયાલિસ્ટ નથી આથી રોહિત શર્માએ ચતુરાઈ વાપરી તેની પાસે 17મી ઓવર કરાવી. 17મી ઓવરમાં પંડ્યાએ શાદાબ ખાનની વિકેટ લઈને માત્ર 5 રન જ આપ્યા. આથી પાકિસ્તાનને 3 ઓવરમાં 10ની એવરેજથી 30 રન કરવાના આવ્યા. 18મી ઓવરમાં મોહમ્મદ સિરાજને આપવામાં આવી જેને ત્યાં માત્ર 9 રન જ આપ્યા. 19મી ઓવર રોહિતે બુમરાહને આપતા જસપ્રીતે માત્ર 3 રન જ આપી ઈફ્તિકારની વિકેટ ઝડપી હતી. આથી મેચ લગભગ ભારતના પંજામાં આવી ગઈ હતી. કેમ કે છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને 18 રન કરવાના આવ્યા હતા. 20મી ઓવરના પહેલા બોલે જ આર્શદીપે ઇમાદ વસીમને આઉટ કરી દિધો હતો. આમ તમામ બોલર કેપ્ટન રોહિત શર્માની પસંદગી પર ખરા ઉતર્યા હતા.
આ સિવાય રોહિત શર્માએ બીજો એક સારો નિર્ણય એ પણ લીધો હતો કે હાર્દિક પંડ્યા પાસે 17મી ઓવર કરાવી તરત જ તેને ડ્રેશિંગરૂમમાં મોકલી ફિલ્ડિંગ માટે સંજુ સેમસનને ગ્રાઉન્ડ ઉપર લાવી દીધો હતો. આવી સ્થિતિમાં એક ફ્રેશ ફિલ્ડર ગ્રાઉન્ડ ઉપર હોય તો ટીમને તેનો ફાયદો પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.