બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:18 PM, 5 February 2025
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના સંન્યાસની ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પણ આ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. હવે એવા સમાચાર સામે આવ્યાં છે કે BCCIએ રોહિતને સ્પસ્ટ જણાવી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેણે સંન્યાસનો નિર્ણય કરી લેવો જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું જે થવું હોય તે થાય પરંતુ રોહિતને કહી દેવામાં આવ્યું છે તેણે કેપ્ટન પદ છોડવાનો નિર્ણય જાહેર કરી દેવો જોઈએ જેથી કરીને નવા કેપ્ટનની શોધ શરુ થઈ શકે.
ADVERTISEMENT
રોહિતની કેપ્ટનન્સીમાં ભારતનો શાનદાર દેખાવ
બીસીસીઆઈના એક સૂત્રે એવું કહ્યું કે પસંદગીકારો અને બોર્ડના અધિકાકરકાીઓએ રોહિત સાથે ચર્ચા કરી લીધી છે અને રોહિતને જણાવી દેવાયું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેણે નિર્ણય લઈ લેવો જોઈએ. ટીમ મેનેજમેન્ટ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે વર્લ્ડ કપ વિશે ચોક્કસ પ્લાન ધરાવે છે. તાજેતરના સમયમાં રોહિતનું પર્ફોમન્સ પણ સારુ છે. તેની આગેવાનીમાં જ ભારત ટી 20 વર્લ્ડ કપ જીત્યું છે. તે ઉપરાંત રોહિતની કેપ્ટનન્સીમાં ભારત 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું.
ADVERTISEMENT
આ ઈવેન્ટ રોહિતનું ભાવી નક્કી કરશે
ભારતે રોહિતની આગેવાનીમાં ઈંગ્લેન્ડ સામે 3 વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે એટલે આ ઈવેન્ટમાં પણ તેની ઈનિંગ તેનું ભાવી નક્કી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.