બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma sixes records in odi ms dhoni 6s record break rohit in india vs new zealand 1st odi match
Premal
Last Updated: 08:14 PM, 18 January 2023
ADVERTISEMENT
રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાટનાર ખેલાડી બન્યાં
રોહિતે આ સિદ્ધી ન્યુઝીલેન્ડ સામે હૈદ્રાબાદ વન-ડેમાં પ્રાપ્ત કરી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ફરી એક વખત પોતાની બેટીંગથી ધૂમ મચાવી છે. રોહિત શર્મા ભારતીય ધરતી પર વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાટનાર ખેલાડી બન્યાં છે.
ADVERTISEMENT
રોહિતે તોડ્યો ધોનીનો આ રેકોર્ડ
આ મેચમાં રોહિતે 38 બોલમાં 34 રનની ઈનિંગ રમી. આ ઈનિંગ દરમ્યાન તેમણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ સાથે વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ધરતી પર રોહિત શર્માના કુલ 125 છગ્ગા થયા છે. તેઓ ભારતમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડી બન્યા છે. તેમણે ધોનીનો રેકોર્ડ તોડ્યો. જેણે ભારતમાં 130 વન-ડે મેચમાં 123 છગ્ગા ફટકાર્યા હતા.
A steady 50-run partnership comes up between @ImRo45 & @ShubmanGill 👏👏
— BCCI (@BCCI) January 18, 2023
It's the third half-century partnership in four innings between this duo.
Live - https://t.co/DXx5mqRguU #INDvNZ @mastercardindia pic.twitter.com/Tz5DT8CcC1
ભારતીય ધરતી પર વનડેમાં સૌથી વધુ છગ્ગા બનાવવાનો રેકોર્ડ
રોહિત શર્મા- 125 છગ્ગા
એમએસ ધોની- 123 છગ્ગા
સચિન તેંડુલકર- 71 છગ્ગા
વિરાટ કોહલી- 66 છગ્ગા
યુવરાજ સિંહ- 65 છગ્ગા
રોહિતના ODIમાં અત્યાર સુધી કુલ 265 છગ્ગા
આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ અત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ અત્યાર સુધી 398 વન-ડેમાં 351 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રોહિત શર્મા 239 વન-ડે મેચમાં 265 છગ્ગા ફટકારી ચોથા નંબરે સ્થાયી થયા છે. ધોનીએ કુલ 229 છગ્ગા માર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT