વેસ્ટઇન્ડીઝ સામે ગુવાહાટી વન ડેમાં ટીમ ઇન્ડિયાના હિટ મેન તરીકે જાણીતા રોહિત શર્માએ પોતાના વન ડે કરિયરની 20મી સેન્ચુરી ફટકારી હતી. રોહિતે 117 બોલમાં 152 રન ફટકાર્યા. રોહિતે પોતાની ઇનિંગમાં 15 ફોર અને 8 સિક્સર ફટકારી. આ સાથે જ રોહિત શર્માએ ભારત તરફથી સૌથી વધુ 4 વાર એક વન ડે ઇનિંગમાં 8 કે તેથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ સર્જ્યો છે.
રોહિત બાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને યુસુફ પઠાણનો નંબર આવે છે. જેમણે 2 વખત એક વન ડે ઇનિંગમાં 8 કે તેથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ સર્જ્યો છે.
એક વન ડે ઇનિંગમાં 6 કે તેથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 13 વાર આ રેકોર્ડ સર્જ્યો છે. આફ્રીદી બાદ બીજા નંબરે ક્રિસ ગેલ અને ત્રીજા નંબરે રોહિત શર્મા છે.
વન ડે ઇનિંગમાં સૌથી વધુ 6 કે તેથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
ટીમ ઇન્ડિયા માટે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેનની યાદીમાં રોહિત ત્રીજા ક્રમે છે. ટૉપ પર 217 સિક્સર સાથે મહેન્દ્ર સિંહ ધોની યથાવત છે. તે પછી 195 સિક્સર સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ આવે છે.