Saturday, August 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

PHOTO / રોહિતે શૅર કર્યો એવો ફોટો કે જેમાં દેખાઇ 900 સિક્સર્સની ઝલક

 રોહિતે શૅર કર્યો એવો ફોટો કે જેમાં દેખાઇ 900 સિક્સર્સની ઝલક

ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ગયાનામાં આજે 3 વનડે સીરિઝ શરૂ થવા જઇ રહી છે.

આ પહેલા ટીમ ઇન્ડિયા મેજબાન વેસ્ટ ઇન્ડિઝને 3 મેચોની T-20 સીરિઝમાં હરાવી ચૂકી છે. T-20 સીરિઝની 2 મેચમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી.

વર્લ્ડ કપ 2019ના પછી પણ રોહિત શર્મા શાનદાર રીતે રમી રહ્યો છે. જોકે ત્રીજી T-20 મેચમાં તેણે આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ ગયાનામાં રમાવનારી પહેલી વનડેમાં રોહિત શર્મા ઑપનિંગ બેટિંગ કરવા માટે આવશે. આ પહેલા ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શૅર કર્યો છે, જેમાં 900 ઇન્ટરનેશનલ સિક્સર્સ ફટાકરનારા 2 ખિલાડી છે. 

 

વાસ્તવમાં રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝના સિક્સર કિંગ ક્રિસ ગેલની સાથે એક ફોટો શૅર કર્યો છે, જેમાં બંનેના ખિલાડીઓના ટીશર્ટની પાછળ એક નંબર દેખાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, રોહિત શર્મા અને ક્રિસ ગેલના ટી-શર્ટનો નંબર 45-45 છે. આ રીતે તેનું ટોટલ 90 છે. આ બેટ્સમેનોની વાત કરીએ તો બંનેએ સાથે મળીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 900 સિક્સર્સ ફટકારી ચૂક્યા છે. 

પોતાની અંતિમ વન-ડે સીરિઝ રમવા માટે ગ્રાઉન્ડમાં ઉતરનારા ક્રિસ ગેઇલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 529 સિક્સર્સ માર્યા છે, જ્યારે રોહિત શર્માના નામે 371 સિક્સર્સનો રેકોર્ડ છે. ક્રિસે ગેઇલ ઇન્ટરનેશનલ સ્તર પર સૌથી વધારે સિક્સર્સ ફટાકારનારો પહેલો ખિલાડી છે. જ્યારે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની તરફથી સૌથી વધારે સિક્સર મારનારો ખિલાડી છે. 
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ