બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્માએ ફ્લોપ શો પર લગાવ્યું ફૂલ સ્ટોપ, કટકમાં ઠોકી તોફાની સદી, તોડ્યો સચિન-દ્રવિડનો રેકોર્ડ
Last Updated: 08:41 PM, 9 February 2025
IND vs ENG 2nd ODI Live Score : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ત્યારે ભારતીય ટીમ અને ચાહકો માટે સારા સમાચાર છે. રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે અને તેણે તોફાની અડધી સદી ફટકારી છે. આટલેથી આગળ વધતા રોહિત શર્માએ 73 બોલમાં 95 રન ઝડપથી બનાવ્યા છે. એટલુ જ નહી મેચમાં તેણે પોતાની શતકીય ઇનીગ્સ રમી છે. રોહિત શર્માએ શાનદાર 80 બોલમાં 110 રન ફટકારી મેદાન પર રમી રહ્યો છે.
ADVERTISEMENT
રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે માત્ર 30 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. આ રોહિતની વનડે ક્રિકેટમાં 48મી અડધી સદી છે. અત્યારે ભારતનો સ્કોર 24.4 ઓવરમાં 172/2 પર છે. આગળ વધતા ભારતનો સ્કોર 26 ઓવરમાં 194/2 પર છે.
ADVERTISEMENT
76 બોલમાં તોફાની સદી
ટીમ ઈન્ડિયામાં હિટમેનથી જાણીતો રોહિત શર્મા 16 મહિના બાદ રંગમાં દેખાયો હતો અને 76 બોલમાં તોફાની સદી ફટકારી હતી અને ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. રોહિતની સદીમાં 7 સિક્સ અને 9 ફોર સામેલ છે. 16 મહિના બાદ રોહિતે સદી ફટકારી હતી. આ પહેલાં 11 ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાન સામે રોહિતે સદી ફટકારી હતી.
The chase is on! 💥 #RohitSharma putting on a show for the fans!
— Star Sports (@StarSportsIndia) February 9, 2025
📺 Start watching FREE on Disney+ Hotstar ➡ https://t.co/1Z9DlYa3MT#INDvENGOnJioStar 2nd ODI 👉 LIVE NOW on Disney+ Hotstar & Sports 18-1! pic.twitter.com/AN59bFf6Te
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. નાગપુરમાં પહેલી વન ડે મેચ 4 વિકેટથી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 1-0થી આગળ છે. કટકમાં બીજી વનડે મેચ જીતતાની સાથે જ ભારત શ્રેણી જીતી લેશે.
છેલ્લા 18 વર્ષથી વિશ્વની કોઈ પણ ટીમ કટકના બારાબતી સ્ટેડિયમના મેદાન પર ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. ટીમ ઈન્ડિયા છેલ્લે 2003માં કટકના બારાબતી સ્ટેડિયમમાં વનડે મેચ હારી ગઈ હતી. તે મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. વર્ષ 2003 પછી, આગામી વનડે મેચનું આયોજન વર્ષ 2007માં અહીં કરવામાં આવ્યું હતું. વર્ષ 2007 થી અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર કુલ 7 વન ડે મેચ રમી છે અને બધી મેચ જીતી છે.
આ મેદાન પર છેલ્લી વખત 22 ડિસેમ્બર 2019 ના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI મેચ રમાઈ હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કટકમાં કુલ 17 વન ડે મેચ રમી છે, જેમાંથી તેણે 13 મેચ જીતી છે. જોકે ભારતને 4 વન ડે મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 5 વન ડે મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 3 મેચ જીતી છે. આ મેદાન પર ઇંગ્લેન્ડે ભારત સામે ફક્ત બે વાર વન ડેમાં જીત મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.