બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'તેઓને મજા કરવા દો, જોઇ લઇશું', ચેન્નઇ ટેસ્ટ પહેલા બાંગ્લાદેશને રોહિત શર્માની વોર્નિંગ
Last Updated: 03:29 PM, 17 September 2024
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. 2 ટેસ્ટ મેચોની સીરિઝના પહેલા રોહિતે બાંગ્લાદેશી ટીમની બયાનબાજી પર ખુલીને જવાબ આપ્યો છે. રોહિતે કહ્યું છે કે બાંગ્લાદેશી ટીમને મજા લેવા દો. તેમને જોઈ લેવામાં આવશે.
ADVERTISEMENT
ચેન્નાઈમાં થવા જઈ રહેલી પહેલી ટેસ્ટ મેચથી પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને બાંગ્લાદેશી ખેલાડીઓના નિવેદન પર પ્રશ્ન પુછવામાં આવ્યો તેના પર રોહિતે કહ્યું બધી ટીમોને ઈન્ડિયાને હરાવવામાં મજા આવે છે. મજા લેવા દો તેમને. જ્યારે ઈંગ્લેન્ડ આવ્યું તો તેમણે પણ પ્રેસમાં ઘણુ બધુ કહ્યું પરંતુ અમે તેના પર ધ્યાન ન આપ્યું. અમે સારૂ ક્રિકેટ રમવાનો પ્રયત્ન કરીએ છીએ.
ADVERTISEMENT
બાંગ્લાદેશે અમુક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં પહેલી વખત બે ટેસ્ટ મેચોની સીરિઝ જીતી છે. તેના બાદ તેમનો ઉત્સાહ ચરમ પર છે. બાંગ્લાદેશના રાવપિંડીમાં રમાયેલ બન્ને ટેસ્ટમાં પાકિસ્તાનને મ્હાત આપવામાં આવી હતી. તેની પહેલી ટેસ્ટ 10 વિકેટ અને બીજી ટેસ્ટ 6 વિકેટથી જીતવામાં આવી હતી.
હકીકતે રોહિતે કહ્યું કે ઈંગ્લેન્ડે 2024ની ટેસ્ટ સીરિઝના પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ નિવેદન કરી માઈન્ડગેમ રમવાનો પ્રયત્ન કર્યો હતો. રોહિતે સ્પષ્ટ કરી દીધુ કે અમારી ટીમે તેમને વધારે મોકો ન આપ્યો. પોતાની ગેમ બતાવી.
રોહિતે આગળ કહ્યું- મારા મગજમાં હંમેશા એ વાત ચાલતી રહી છે કે હું કેવી રીતે જીતી શકું. ક્રિકેટરોની પાસે રમત પર પ્રભાવ પાડવા માટે મર્યાદિત સમય હોય છે આપડે બધા જે પણ રમત રમીએ તેને જીતવા માંગીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.