ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં બીજી વનડેમાં સદી ફટકારી છે. રોહિત શર્મા 138 બોલમાં 159 રન બનાવી આઉટ થયા જેમાં 17 ચોક્કા અને 5 છક્કા સામેલ છે.
વેસ્ટ-ઇન્ડીઝ વિરુદ્ધ વનડેમાં રોહિતની સદી
વનડેમાં રોહિત શર્માની 28 સદી નોંધાઈ
રોહિત શર્માએ શ્રીલંકાનાં પૂર્વ કેપ્ટન સનથ જયસુર્યાનાં રેકોર્ડની બરાબરી કરી
રોહિત શર્માએ 107 બોલમાં 100 રન પૂરાં કર્યા
પાછલી મેચમાં રોહિતે 36 રન બનાવ્યા હતા જે બાદ આઉટ થઇ ગયો હતો. આજે તો મેચમાં ઉતર્યા બાદ બેટિંગની શરૂઆત કરી અને સદી ફટકારી. રોહિત શર્માએ વનડે કરિયરમાં 28મી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 107 બોલમાં 100 રન પૂરાં કર્યા હતા. નોંધનીય છે કે શ્રીલંકા સામેની વનડે મેચમાં પણ રોહિત શર્માએ જુલાઈમાં સદી ફટકારી હતી જેમાં રોહિતે 103 રન બનાવ્યા હતાં. રોહિત શર્મા 138 બોલમાં 159 રન બનાવી આઉટ થયા જેમાં 17 ચોક્કા અને 5 છક્કા સામેલ છે.
વનડે મેચમાં રોહિત શર્માએ શ્રીલંકાનાં પૂર્વ કેપ્ટન સનથ જયસુર્યાનાં રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વનડેમાં રોહિત શર્માની 28 સદી નોંધાઈ છે. સનથ જયસુર્યાએ પણ વનડે કરિયરમાં 28 સદી ફટકારી હતી. વનડે ઇન્ટરનેશનલમાં હવે રોહિત શર્મા અને સનથ જયસુર્યા સંયુક્ત રૂપે ચોથા ક્રમે આવી ગયા છે. નોંધનીય છે કે આ લીસ્ટમાં ટોપમાં સચિન તેંદુલકરની ગણના થાય છે. સચિનનાં નામે 49 શતક કરવાનો રેકોર્ડ છે.
રોહિત શર્માએ અત્યાર સુધી 27 વનડેમાં 1427 રન બનાવ્યા
આ યાદીમાં સચિન પછી ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલીનું નામ આવે છે જેમણે વનડેમાં 43 સદી ફટકારી છે અને ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલીયાનાં ચેમ્પિયન રિકી પોઈન્ટિંગ આવે છે. આટલું જ નહીં રોહિત શર્માએ અત્યાર સુધી 27 વનડેમાં 1427 રન બનાવ્યા છે અને તે બાદ વિરાટ કોહલીનું સ્થાન આવે છે જેમણે 26 મેચમાં 1292 રન બનાવ્યાં છે.