બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma interview of shubman gill ishan kishan after win odi against new zealand

VIDEO / Shubman Gillને ઊંઘવા દેતા નથી ઈશાન કિશન, રોહિતે લીધો ઈન્ટરવ્યુ તો ખોલ્યાં ઘણા રહસ્યો

Premal

Last Updated: 06:58 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ હૈદ્રાબાદ વન-ડેમાં શુભમન ગિલ અને ઈશાન કિશનનો ઈન્ટરવ્યુ લીધો. આ દરમ્યાન શુભમને ઘણા રસપ્રદ રહસ્યો ખોલ્યાં.

  • ન્યુઝીલેન્ડ સામે વન-ડે જીત્યાં બાદ રોહિત શર્માએ લીધો ઈન્ટરવ્યુ
  • શુભમન ગિલ અને ઈશાન કિશનનો ઈન્ટરવ્યુ લીધો
  • ઈન્ટરવ્યુમાં શુભમને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા 

રોહિત શર્માએ ઈશાન કિશન અને શુભમનનો લીધો ઈન્ટરવ્યુ

હૈદ્રાબાદમાં ન્યુઝીલેન્ડ સામે વન-ડેમાં ભારતને જીતાડવામાં શુભમન ગિલનુ મહત્વનું યોગદાન રહ્યું. ગિલે ડબલ સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા. ભારતીય ટીમ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બેવડી સદી ફટકારનારા ત્રણેય ખેલાડીઓને એક ફ્રેમમાં લઇ આવી. બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત શર્મા ઈશાન કિશન અને શુભમનનુ ઈન્ટરવ્યુ લેતા દેખાઈ રહ્યાં છે. આ ઈન્ટરવ્યુમાં શુભમ અને ઈશાને ઘણા રહસ્યો ઉજાગર કર્યા. 

આ મેચમાં મારી પાસે લાંબુ રમવા માટે વધુ એક તક હતી: શુભમન

શુભમને તેની બેવડી સદીનો ઉલ્લેખ કરતા કહ્યું, મને ઘણુ સારું લાગી રહ્યું છે. હું શ્રીલંકા શ્રેણી અંગે વિચારી રહ્યો હતો કે પહેલી અને ત્રીજી વન-ડેમાં કેવીરીતે આઉટ થયો હતો. એવુ ના થયુ અને આ સારું રહ્યું. આ મેચમાં મારી પાસે લાંબુ રમવા માટે વધુ એક તક હતી.

જ્યારે વિકેટ પડે છે તો બોલર અંડર પ્રેશર હોતો નથી: શુભમન

તેમણે વિકેટ પડવાને લઇને કહ્યું, "હું કઈ બીજુ વિચારતો ન હતો. જ્યારે વિકેટ પડે છે તો બોલર અંડર પ્રેશર હોતો નથી અને તેના માટે ડૉટ બોલ ફેંકવો સરળ હોય છે. તેથી તેને લાગવુ જોઈએ કે આ ઈન્ટન્ટ દેખાઈ રહ્યું છે. ચોગ્ગા-છગ્ગા મારી રહ્યો છે. જ્યારે ઈશાન બેટીંગ કરવા આવ્યાં તો મેં કહ્યું કે લેફ્ટ આર્મ કો..." આ દરમ્યાન રોહિતે મજાક કરતા ઈશાન કિશનની તરફ જોઇને કહ્યું કે આ અહીં શું કરી રહ્યો છે. 

મારું પ્રી મેચ રૂટીન ઈશાન ખરાબ કરી નાખે છે: શુભમન

ઈશાને શુભમનને પૂછ્યુ કે તમારું પ્રી મેચ રૂટીન શુ છે. જેના પર શુભમને જવાબ આપતા કહ્યું, મારું પ્રી મેચ રૂટીન આ માણસ ખરાબ કરી નાખે છે. મને ઊંઘવા દેતો નથી. આઈપેડ પર તેના ઈયરપોડ્સને લગાવતો નથી. ફિલ્મ મોટા અવાજે ચાલતી હોય છે અને હું તેને કહુ છુ કે ભાઈ થોડો અવાજ ઓછો કરી નાખ. તો કહે છે કે તમે મારા રૂમમાં ઊંઘી રહ્યાં છો. તેથી મારા હિસાબ મુજબ ચાલશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ishan Kishan Shubman Gill ind vs nz rohit sharma interview Ind vs NZ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ