બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 10:56 PM, 21 May 2023
ADVERTISEMENT
આઈપીએલ 2023માં મુંબઈ ઈંડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લી લીગ મેંચમાં સનરાઈઝ હૈદરાબાદની વિરૂદ્ધ દમદમાર રમ્યો છે તેણે આ મેચ સહિત મુંબઈ ઈંડિયન્સ માટે અત્યાર સુધી 5000 બનાવ્યા છે. તેમજ ટી20 ક્રિકેટમાં તેણે 11000 રન પૂરા કર્યા છે. રોહિત શર્મા મુંબઈ ઈંડિયન્સ માટે 5000 હજાર રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો છે. તો ટી20 ક્રિકેટમાં 11000 રન બનાવનારો બીજો ખેલાડી બન્યો છે, ટી20 ક્રિકેટમાં ઓલ ઓવર 11000 રન બનાવનારો તે સાતમો બેસ્ટમેન બન્યો છે.
Most runs for @mipaltan in IPL :
— Rohit Sharma Trends™ (@TrendsRohit) May 21, 2023
Rohit Sharma - 5022
Pollard - 3412
Surya - 2547
Rayudu - 2416
Sachin - 2334@ImRo45
ADVERTISEMENT
વિરાટની સાથે રોહિત શર્માએ પણ આ રેકોર્ડ બનાવી દીધો
ભારત માટે ટી20 ક્રિકેટ મેચમાં સૌથી પહેલા 11000 રન બનાવનારો પહેલો બેસ્ટ મેન વિરાટ કોહલી હતો જ્યારે રોહિત શર્માએ આ કામયાબી તેના નામે કરી નાંખી છે. વિરાટની સાથે રોહિત શર્માએ પણ આ રેકોર્ડ બનાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ ટી20 ક્રિકેટ કેરિયરમાં 412મી મેચમાં આ રેકોર્ડ તેના નામે કર્યો છે. રોહિત શર્માએ હૈદરબાદ સામે 31 બોલમાં અર્ધ શતક પૂરો કર્યો હતો. હૈદરાબાદ સામે રોહિત શર્માએ આ મેચમાં 37 બોલમાં એક છક્કો અને 8 ચોક્કા મારી 56 રન બનાવ્યા હતાં. આઈપીએલમાં વિરાટ કોહલી પછી કોઈ એક ટીમ માટે 5000 હજાર રન બનાવનારો ખેલાડી રોહિત શર્મા બન્યો છે. કોહલી આરસીબીએ માટે કમાલ કરી ચુક્યો છે તેણે અત્યાર સુધી 7162 રન બનાવ્યા છે.
ટી 20માં વધુ રન બનાવનાર ભારતી બેસ્ટમેન
11864 રન - વિરાટ કોહલી
11016 રન - રોહિત શર્મા
9645 રન - શિખર ધવલ
8654 રન - સુરેશ રૈન
7272 રન - રોબિન ઉત્થપા
7265 રન - એમ એસ ધોની
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Cup Qualifiers / FIFA વર્લ્ડકપ 2026 માટે સીધો જ ક્વૉલિફાય થઇ ગયો આ દેશ, જુઓ કઇ રીતે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.