બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એડિલેડ ટેસ્ટમાં રોહિત શર્મા આ ખેલાડી પર બરાબરનો ભડક્યો, સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ઘટના
Last Updated: 06:32 PM, 10 December 2024
ADVERTISEMENT
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતની 10 વિકેટથી હાર થઈ હતી. જેથી આ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. અત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એડિલેડ ટેસ્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કોઈ ખેલાડી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. તેને મેચમાં ફિલ્ડિંગ ગોઠવતી વખતે એક પ્લેયર પર ગુસ્સો કાઢ્યો હતો.
"Jayega woh jayega" - It's never a dull day with captain #RohitSharma on the field! 😂
— Star Sports (@StarSportsIndia) December 9, 2024
More stump mic gold awaits us at the Gabba, in the 3rd test of #BorderGavaskarTrophy!#AUSvINDOnStar 3rd Test 👉 SAT 14 DEC, 5.20 AM on Star Sports 1! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/xWEdqRJRAI
ADVERTISEMENT
સોશિયલ મીડિયા સાઈટ X પર રોહિતનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન તે ફિલ્ડિંગ સેટ કરી રહ્યો હતો ત્યારે રોહિત કોઈક ખેલાડી પર ગુસ્સે થયો હતો. પરંતુ તે ખેલાડી કોણ હતો તે જાણી શકાયું નથી. વીડિયોમાં માત્ર રોહિત જ દેખાય છે. સ્ટમ્પના માઈકમાં રોહિતનો અવાજ રેકોર્ડ થઈ ગયો હતો. જ્યાં રોહિતે કહ્યું હતું કે, "કેમ પાછળ પાછળ દોડે છે તું? તું અહીં ઊભો હતો ને?" આ સવાલનો જવાબ આવે છે "હર્ષિત અહીંયા હતો".
રોહિત શર્માની આ વાતચીત પર પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હરભજન કોમેન્ટ્રી બોક્સમાં હતો. તેને કહ્યું હતું કે, " સારું થયું કે એમ નથી કહ્યું કે,તું બગીચામાં કેમ ફરે છે? તે પણ ખૂબ ફેમસ થયુ હતું. માણસ સારો છે એટલે તેનું બધું માફ છે."
વધુ વાંચો : ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો! ICCએ બેન કરી ક્રિકેટ લીગ, નિયમ વિરુદ્ધ જતાં કડક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા મેચ દરમિયાન ઘણી વખત ખેલાડીઓ પર ગુસ્સે થઈ જાય છે. જોકે આ બાબતે તે એકવાર પ્રતિક્રિયા પણ આપી ચુક્યો છે. એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા સામેની આ સીરીઝની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં 14મી ડિસેમ્બરથી રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20 / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT