બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતને ઝટકો! રોહિત શર્માએ સ્ટાર ક્રિકેટરની ઈજાને લઈ આપ્યું મોટું અપડેટ, વાપસીના ચાન્સ ઓછા
Last Updated: 03:18 PM, 15 October 2024
સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશ્વ કપ 2023 પછી પણ ભારતીય ટીમમાં નથી જોવા મળ્યા. તેમની ફિટનેસને લઈને ઘણા સમાચાર આવતા રહ્યા છે. વિશ્વ કપ બાદ સ્ટાર બોલરે લંડનમાં સર્જરી કરી હતી, જેના પછી અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં નથી પાછા આવી શક્યા. જોકે તાજેતરમાં જ તેમની વાપસીને લઈને રોહિત શર્માએ એક મોટું અપડેટ આપ્યું છે.
ADVERTISEMENT
ક્યારે આવશે મોહમ્મદ શમી?
ADVERTISEMENT
આશા હતી કે શમીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાતી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ માટે પસંદ કર્યો હશે. પરંતુ અહીં પણ શમીને ટીમે ચાન્સ ન આપ્યો, કારણ કે તે સંપૂર્ણ પણે ફિટ નહતા . જોકે હવે રોહિતે શમીને લઈને એક મોટુ અપડેટ આપ્યું છે. તેને કહ્યું કે શમીને ઝટકો લાગ્યો છે અને તેને ઢીચણમાં સોજો આવ્યો છે, જેથી તેને આનાથી પાછું પડવું પડ્યું અને ફરીથી શરૂઆત કરવી પડી. તે ડૉક્ટર અને ફિઝિયો સાથે એનસીએમાં છે. અમે કમજોર શમીને ઓસ્ટ્રેલીયા લાવવા નહતા ઇચ્છતા. અમે આશા કરીએ છીએ કે તે સ્વસ્થ રહેશે.
રોહિતના નિવેદનથી સાફ થઈ ગયું કે અત્યારે શમી સંપૂર્ણ પણે ફિટ નથી. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે શમીની પસંદગીની શક્યતા ઓછી છે.
વિશ્વ કપ 2023 બાદ શમી સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી 2 ટેસ્ટ મેચ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમે શમીને રમવાની ના પાડી દીધી હતી. ત્યારબાદથી તે સર્જરી માટે લંડન ગયા હતા. સર્જરી સફળ થયા બાદ જ્યારે તે ભારત પાછો ફર્યો, ત્યારે તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રીહૈબ હેઠળ છે. જોકે શમી સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસથી જોડાયેલો વિડીયો શેયર કરતા રહે છે.
વધુ વાંચો : 6,6,6,6,6... સંજુ સેમસને 40 બોલમાં ફટકારી સેન્ચ્યુરી, સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતનો બીજો ખેલાડી
વર્લ્ડ કપ 2023 માં તહલકો
ભારતમાં આયોજિત થયેલી વન ડે વર્લ્ડ કપ 2023 માં શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઘાતક બોલિંગ આજે પણ ભારતીય ફેન્સ નથી ભૂલ્યા. શમી ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર પણ બન્યા હતા. તેમણે માત્ર 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. આ દરમિયાનતેમણે 10.70ની એવરેજ અને 5.26ના ઈકોનોમી રેટથી રન ખર્ચીને ધૂમ મચાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.