બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાના કોચ સામે થઈ શકે બળવો, 'ગંભીર' પરિણામ આવી શકે
Last Updated: 01:01 PM, 17 January 2025
Gautam Gambhir : ચેમ્પિયન ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાના કોચ સામે બળવો થઈ શકે છે. વાસ્તવમાં હવે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં માત્ર 4 અઠવાડિયા બાકી છે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમશે. પરંતુ આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે ઘણી બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં તેનું કડક વલણ પણ ખેલાડીઓને પસંદ નથી આવી રહ્યું. જેના કારણે ટીમમાં તેમની સામે બળવાની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, શું ગંભીર પોતાના પદ પરથી રાજીનામું આપશે? 8 વર્ષ પહેલા પણ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતીય ટીમના કોચ સાથે આવું બન્યું હતું.
ADVERTISEMENT
ગંભીરને રાજીનામું આપવાની ફરજ પડી શકે
ગૌતમ ગંભીર માટે ટીમના ખરાબ પ્રદર્શન કરતા ટીમનો બળવો મોટો પડકાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા ખેલાડીઓને તેની કામ કરવાની રીત પસંદ નથી આવી રહી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેની અને ભારતીય કેપ્ટન વચ્ચે અણબનાવના અહેવાલો પણ આવ્યા હતા. આટલું જ નહીં, તેણે તમામ ખેલાડીઓ પર કડક કાર્યવાહી કરી અને હવે BCCIને પૂછ્યા બાદ તેણે લગભગ 10 પ્રકારના નિયમો લઈને આવ્યા છે. આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની કઠોરતા અને હાર તેના માટે આફત સાબિત થઈ શકે છે. તેમને રાજીનામું આપવાની ફરજ પડી શકે છે. નોંધનિય છે કે, આ કામ 8 વર્ષ પહેલા થઈ ચૂક્યું હતું. 2017માં અનિલ કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પોતાના કડક વલણના કારણે રાજીનામું આપવું પડ્યું હતું. તેને વિરાટ કોહલી સામે ઝુકવું પડ્યું.
ADVERTISEMENT
જાણો શું થયું હતું 2017માં ?
ભારતીય ટીમના અનુભવી સ્પિનર અનિલ કુંબલેએ જૂન 2016માં મુખ્ય કોચ તરીકે કમાન સંભાળી હતી. તેમની નિમણૂકને સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ ખેલાડીઓએ લીલી ઝંડી આપી હતી, જેઓ ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય હતા. પરંતુ કુંબલે અને તત્કાલીન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે વાત ચાલી ન હતી. બંને વચ્ચે ઘણો સંઘર્ષ થયો. મીડિયામાં ખુલાસો થયો કે, કુંબલે ટીમ સાથે જોડાયેલી દરેક બાબતમાં ખૂબ જ કડક હતો. તે શિસ્ત પર ઘણો ભાર મૂકતો હતો.
....અને પછી અનિલ કુંબલેએ આપવું પડ્યું રાજીનામું
ઘણા યુવા ખેલાડીઓ તેમના કોચિંગ હેઠળ અસ્વસ્થતા અનુભવતા હતા અને તેઓ ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરી શકતા ન હતા. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આ મુદ્દો ગરમાયો હતો અને કોહલીએ તેની ફરિયાદ BCCIને કરી હતી. તેમનું માનવું હતું કે , કુંબલે વધુ પડતો કડક બની રહ્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામેની હાર બાદ અનિલ કુંબલેએ રાજીનામું આપી દીધું હતું. આ પછી મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો કે, તેને આવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આવું જ ગંભીર સાથે પણ થઈ શકે છે.
વધુ વાંચો : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર 10 નિયમોનો પહેરો, મનફાવે તેમ મજા ખતમ, દંડની જોગવાઈ
ગંભીરના કાર્યકાળ દરમિયાન મોટી હાર
ગૌતમ ગંભીર ગયા વર્ષે એટલે કે, ઓગસ્ટ 2024માં ભારતીય ટીમ સાથે જોડાયો હતો. ત્યારથી ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન જ ટીમ ઈન્ડિયાને 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત ક્લીન સ્વીપ થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ બોર્ડર 1-3થી ગાવસ્કર ટ્રોફી હારી ગયો હતો. સાથે જ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં તેમના પર ઘણું દબાણ છે. હવે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારી જશે તો તેની મુશ્કેલીઓ વધુ વધી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.