બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: દીકરી અને પત્ની માટે ડ્રાઈવર બન્યો રોહિત શર્મા, ચાહકોથી ઘેરાયો તો જુઓ શું કર્યું?

હિટમેન / VIDEO: દીકરી અને પત્ની માટે ડ્રાઈવર બન્યો રોહિત શર્મા, ચાહકોથી ઘેરાયો તો જુઓ શું કર્યું?

Last Updated: 09:04 PM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ એરપોર્ટ પરથી ભારતીય ક્રિકેટ ટીમના કોચ રોહિત શર્માનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેને પોતાની દીકરી અને પત્ની માટે ખુદ ડ્રાઈવિંગ કર્યું હતું.

T-20 વર્લ્ડ કપ બાદ ભારતના સિનિયર પ્લેયર બ્રેક પર જતા રહ્યા હતા. પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા રોહિત અને કોહલી સહિતના પ્લેયર બ્રેક પર ગયા હતા. પરંતુ હવે ફરી રોહિત શર્મા ટીમમાં પરત ફરવાનો છે. તેને T-20માંથી રીટાયરમેન્ટ લઇ લીધું છે. પણ તે વન ડે અને ટેસ્ટ મેચો રમશે. શ્રીલંકા સામેની ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા કેપ્ટનશિપ કરવાનો છે.

બીજી ઓગસ્ટથી શ્રીલંકા સામે ત્રણ મેચની વન ડે સીરીજ ચાલુ થવાની છે, એવામાં રોહિત શર્મા મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં તે પોતાની પત્ની રિતિકા અને પુત્રી સમાયરા માટે ખુદ ડ્રાઈવર બની ગયો હતો. અહીંયા રોહિત શર્માની લેમ્બોર્ગિની ગાડી પડી હતી. રોહિત શર્માને ત્યાં ચાહકોએ ઘેરીને રાખ્યો હતો. અહીંયા રોહિત શર્મા ફેન્સ પાસે સેલ્ફીઓ પડાવી માંડ માંડ ડ્રાઈવિંગ સીટ પર પહોંચ્યો હતો. પછી રોહિત ત્યાથી તરત જ નીકળી ગયો હતો.

આ એરપોર્ટના વીડિયોમાં જોઈ શકાય છે કે, રોહિત શર્મા કોઈકને એમ કહેતો જોવા મળે છે કે, ગાડીમાં કુલ 7 બેગ છે. રોહિતનો સામાન બીજી કોઈ ગાડીમાં આવતો હોય તેમ લાગતું હતું.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતની ટીમ 2013 બાદ કોઈ ICCની ટ્રોફી જીતી છે. ભારતે 2013માં ધોનીની કેપ્ટનશિપમાં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ત્યાર બાદ હવે ભારત 2024માં વર્લ્ડ કપ જીત્યું છે. તો હવે ભારતની ટીમને ગૌતમ ગંભીરના નામે નવો કોચ મળ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે, આ બંનેનું કોમ્બિનેશન કેવુ રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Rohit Sharma Family Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ