rohit sharma angry on washington sundar viral video india vs bangladesh 1st odi
ક્રિકેટ /
IND vs BAN: મેચમાં એવી શું ભૂલ થઇ કે રોહિત શર્માએ આ ખેલાડીને ઝાટકી કાઢ્યો, VIDEO વાયરલ થતા ફેન્સ નાખુશ
Team VTV11:46 AM, 05 Dec 22
| Updated: 11:47 AM, 05 Dec 22
કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ ભારતીય ટીમના ખેલાડી પર ભડકી રહ્યાં છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમને હાર મળી છે.
કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વોશિંગ્ટન સુંદરે કેચ માટે કોઈ એફર્ટ ના દર્શાવ્યો
ત્યારબાદ રોહિત શર્મા વોશિંગ્ટન સુંદર પર ભડક્યા
બાંગ્લાદેશ સામે પહેલી વન-ડેમાં ભારતીય ટીમની હાર
બાંગ્લાદેશ સામેની પહેલી વન-ડે મેચમાં ભારતીય ટીમની હાર થઇ છે, જે હવે ટીમને પચશે નહીં. ભારતને અહીં 1 વિકેટથી હાર મળી છે, પરંતુ એક તક એવી આવી હતી કે જ્યારે ભારતીય ટીમ આ મેચને જીતી શકતી હતી. જો કે, એક કેચના કન્ફ્યુઝને બધો ખેલ બગાડી નાખ્યો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માનુ ગુસ્સાવાળું રિએક્શન પણ વાયરલ થઇ રહ્યું છે.
અને પછી રોહિત શર્મા ગુસ્સે થયા
ભારતીય ટીમને મેચમાં જીત માટે જ્યારે એક વિકેટની જરૂર હતી ત્યારે બે મોટી ભૂલ થઇ. વિકેટકીપર કેએલ રાહુલે અહીં પહેલા તો મહેદી હસનનો એક સરળ કેચ છોડી દીધો. જેનાથી ભારતીય ટીમના વિજયનુ સપનુ ચકનાચુર થયુ. પરંતુ સાથે વોશિંગ્ટન સુંદરથી પણ એક ભૂલ થઇ. બાંગ્લાદેશની ઈનિંગની 43મી ઓવરમાં જ્યારે મહેદી હસને શાર્દુલ ઠાકુરના બોલ પર શૉટ ફટકાર્યો તો બોલ થર્ડ મેન વિસ્તારમાં ગયો. અહીં વોશિંગ્ટન સુંદર ફીલ્ડિંગ કરી રહ્યાં હતા. પરંતુ તેમણે કેચ માટે કોઈ એફર્ટ ના દર્શાવ્યો. જેને જોઇને કેપ્ટન રોહિત શર્મા હેરાન થયા અને ગુસ્સે થઇ ગયા.
What Sundar did there, needed a proper dressing down. But Rohit wouldn't have even bothered after the game. Ye bc wagerah sab reactionary hai bs.
No player cares about a reactionary bc. If the captain is ruthless, even a stare is enough to intimidate the fuck out of the player. https://t.co/IUVznoa5Az
વોશિંગ્ટન સુંદર સિવાય ભારતીય ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલથી પણ કેચ છુટ્યો. તે વિકેટ કીપિંગ કરી રહ્યો હતો અને તેના માટે આ કેચ ખૂબ સરળ હતો. બાંગ્લાદેશને જ્યારે 31 રનની જરૂર હતી ત્યારે કેએલ રાહુલે કેચ છોડી દીધો અને અહીં ભારતીય ટીમના હાથમાંથી મેચ પણ ગઇ.