બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Rocket attack hits Iraq military base housing US forces

US-Iran / અમેરિકાની સેનાને નિશાન બનાવી ઇરાકના એરબેઝ પર ફરી રોકેટથી હુમલો

Divyesh

Last Updated: 11:26 AM, 15 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરાકના એરબેઝ પર એકવાર ફરી રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં અનુસાર ઇરાકની પોલીસને તેમના એરબેઝ પર રોકેટ હુમલાની જાણકારી મળી છે. આ એરબેઝનો ઉપયોગ અમેરિકાની સેના કરી રહી છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

  • ઇરાકના એરબેઝ પર ફરી રોકેટ હુમલો
  • હુમલાને લઇને કોઇ લીધી નહીં જવાબદારી

આ અગાઉ પર ઇરાકના અલ બલાદ એરબેઝ પર 8 મોર્ટાર છોડવામાં આવ્યાં હતા, જેમાં 7 મોર્ટારના કારણે એરબેઝના રન વે ને મોટુ નુકસાન પહોંચ્યું હતું. આ હુમલામાં ઇરાકના 4 સૈનિક ઘાયલ થયા હતા. જો કે આ હુમલાની કોઇએ જવાબદારી લીધી નહોતી. જો કે અમેરિકા આરોપ લગાવીચૂક્યું છે કે ઇરાકમાં ઇરાન સમર્થિત ગ્રુપ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. 

ઇરાકની રાજધાની બગદાદથી અંદાજે 90 કિલોમીટર દૂર આવેલ એર બેઝ પર આ હુમલો સોમવારે સાંજે થયો હતો, જેમાં 4 જવાનના ઇજાગ્રસ્ત થયા હતા અને નજીકની બિલ્ડીંગને નુકસાન પહોંચ્યું હતું. બલાદ એર બેઝ ઇરાકનો સૌથી મોટ એર બેઝ છે. અમેરિકાની સેના તેને લોજિસ્ટિક્સ સપોર્ટ એક્ટિવિટી (LSA) એનાકોન્ડાના નામે ઓળખે છે. 

એર બેઝમાં કેટલાક અમેરિકાના સૈનિકો અને ઇરાકના F-16 વિમાન ઉડાવનાર એક અમેરિકન કંપનીના સલાહકાર રહેતા હતા, પરંતુ અમેરિકાની નેતૃત્વવાળી આંતરરાષ્ટ્રીય ગઠબંધને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ IS  વિરુધ્ધ પોતાનું અભિયાન સ્થગિત કરવાની જાહેરાત કર્યા બાદ એક અઠવાડિયા અગાઉથી ત્યાંથી નિકળી ગયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Airbase Forece Iraq US iran અમેરિકા ઇરાક ઇરાન રોકેટ હુમલો US-Iran Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ