અકલ્પનીય /
વૃદ્ધોને ખુશ રાખતા રોબો પેટ્સ, ખવડાવવાથી લઇને વોક પર લઈ જવાની નથી રહેતી જરૂરિયાત
Team VTV12:57 PM, 13 May 19
| Updated: 03:28 PM, 13 May 19
યુનિવર્સિટી ઓફ એક્સેટરનાં સંશોધકોએ જણાવ્યું કે, આ રોબોટ્સની સાથે રમવાથી આસપાસનાં લોકોની સાથે, પરિવારનાં સભ્યો અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ તો વધે જ છે, પરંતુ નવા નવા લોકો સાથે વાતચીતની પણ શરૂઆત થાય છે. રોબો પેટ્સ નાનકડાં રોબોટ જાનવર હોય છે. તે જોવામાં અને વર્તનમાં અસલી પાલતુ જાનવર જેવાં દેખાય છે.
વોશિંગ્ટનઃ રોબોટિક પાલતુ જાનવર વૃદ્ધોની વધુ સારી રીતે દેખભાળ કરી શકે છે અને તેમને વધુ ખુશ રાખે છે. આ વાત એક અભ્યાસમાં સામે આવી છે. મિકેનિકલ બિલાડીઓ, કૂતરાં, રીંછ, બેબી સીલ ઘરે એકલા રહેતા લોકોની બહેતર દેખભાળ કરવામાં સક્ષમ છે. આ બધાં પેટ્સને કંઇ પણ ખવડાવવાની અને વોક પર લઇ જવાની જરૂર પણ પડતી નથી.
યુનિવર્સિટી ઓફ એક્સેટરનાં સંશોધકોએ જણાવ્યું કે, આ રોબોટ્સની સાથે રમવાથી આસપાસનાં લોકોની સાથે, પરિવારનાં સભ્યો અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ તો વધે જ છે, પરંતુ નવા નવા લોકો સાથે વાતચીતની પણ શરૂઆત થાય છે. રોબો પેટ્સ નાનકડાં રોબોટ જાનવર હોય છે. તે જોવામાં અને વર્તનમાં અસલી પાલતુ જાનવર જેવાં દેખાય છે.
તે વૃદ્ધોને વધુ કમ્ફર્ટ અને ખુશી આપે છે, સાથે-સાથે તેમની એકલતા પણ દૂર થાય છે. યુનિવર્સિટી ઓફ એક્સેટરના સંશોધકોએ જણાવ્યું આ રોબોટ્સની સાથે રમવાથી આસપાસના લોકો સાથે-પરિવારના સભ્ય અને કર્મચારીઓ સાથે મેલજોલ વધે છે અને સાથે-સાથે નવા લોકો સાથે વાતચીતની શરૂઆત પણ થાય છે.
તાજેતરમાં આ અભ્યાસને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓલ્ડર પીપલ એન્ડ નર્સિંગમાં પબ્લિશ કરાયો છે, જેમાં એ વાત સામે આવી છે કે રોબો પેટ્સ વૃદ્ધોની એકલતાને દૂર કરે છે. સિનિયર રિસર્ચર ડો. રેબેકાએ જણાવ્યું કે ઘરમાં એકલી રહેતી દરેક વ્યક્તિ તેમની એકલતા દૂર કરવા રોબો પેટ્સનો સહારો લેતી નથી, પરંતુ જે લોકો આમ કરે છે તેમના જીવનમાં આ વાતના ઘણા લાભ જોવાં મળે છે.