બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 PM, 17 May 2019
ADVERTISEMENT
મુંબઇઃ અંધેરીમાં ન્યૂ લિંક રોડ પર ગુરૂવારનાં રોજ મુસાફીર તે સમયે હેરાન થઇ ગયા કે જ્યારે તેઓએ 6 પૈડાં પર ચાલનાર માથા અને ગરદનવાળાં રોબોટને જોયું. લીલી એલઇડી આંખોવાળું આ રોબોટ માત્ર દેખવામાં જ કુલ નથી પરંતુ આ ધકધકતી ગરમીમાં લોકોને ઠંડુ પાણી પણ પીવડાવી રહ્યું છે. આપે તો માત્ર 'Open' પર પ્રેસ જ કરવાનું રહેશે અને પાણીની બોટલ આપનાં હાથોમાં. પરંતુ અહીં રસપ્રદ વાત તો એ છે કે આ રોબોટને બનાવ્યું છે 12થી 15 વર્ષનાં બાળકોએ.
ADVERTISEMENT
અંધેરીની એસપી રોબોટિક્સ મેકર્સ લૈબમાં આ 8 બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી. ખુશી ચૌધરી, દિશા ભરવડા, ઇશાન કામથ, સિદ્ધાંત રે, અદિત ગાંધી, આદિત્ય ગોયલ, મુદિત જૈન અને હયૂજપસ મરફતિયાએ એક મહીનાની અંદર હૉબી રોબોટિક્સ ક્લાસમાં 'જૈસ્પર' નામનાં રોબોટને બનાવ્યું છે. એસપી રોબોટિક્સમાં મેંટર આનંદ મુઠરિયાનું કહેવું એમ છે કે, 'આપે અમેરિકાની ડિલિવરી બોટને વિશે તો સાંભળ્યું હશે. હવે તે દિવસો જઇ ચૂક્યાં છે કે જ્યારે અમેરિકાથી અહીં ટેક્નોલોજી આવવામાં અનેક વર્ષો લાગી જતા હતાં. અમારા વિદ્યાર્થીઓએ હાલમાં અહીં જ કંઇક કરવાનો વિચાર કર્યો.'
એક વખતમાં લઇ જઇ શકશે 50 બોટલોઃ
જૈસ્પર એન્ડ્રોઇડ એપથી ચાલનાર આ રોબોટ છે. આ એક વખતમાં જ 50 પાણીની બોટલો લઇ જઇ શકે છે. વિદ્યાર્થીઓ આને વ્યસ્ત જગ્યા પર લઇ જાય છે અને ખુદ કિનારે બેસીને ઓપરેટ કરે છે. આમાં વૉઇસ મૉડ્યુલેશન સિસ્ટમ છે કે જે આસપાસનાં લોકોને હાઇડ્રેટ રહેવાની સલાહ આપે છે.
આદિત્ય ગોયલે જણાવ્યું કે, તે લોકોએ રોબોટિક્સ, બ્લુટુથ કન્ફિગરેશન અને કોડિંગનાં કોન્સેપ્ટ્સને શીખે અને રોબોટ બનાવવામાં તેનો ઉપયોગ કર્યો. આ વિદ્યાર્થીઓએ આને વિશે રીસર્ચ કરી રહ્યાં છે કે કેવી રીતે આમાં અલ્ટ્રાસૉનિક સેંસર, જીપીએસ, કેમેરા વગૈરહ લગાવીને આને ઓટોમેટિક બનાવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
BIG NEWS / બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ સતર્ક
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.