બ્રેકિંગ ન્યુઝ
VTV / Robert Vadra seeks to travel abroad for medical treatment
vtvAdmin
Last Updated: 05:18 PM, 30 May 2019
ADVERTISEMENT
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને મહામંત્રી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. રોબર્ટ વાડ્રાએ પોતાના મોટા આંતરડામાં ટયૂમર (ગાંઠ) હોવાનું કારણ આપીને નાદુરસ્ત તબિયતના આધારે કોર્ટ પાસે વિદેશ જવાની મંજૂરી માગી હતી. દિલ્હીની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)એ રોબર્ટ વાડ્રાનો આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તેઓ વિદેશમાં જમા કાળાં નાણાંને સગેવગે કરવા માટે બહાનાં શોધી રહ્યાં છે. તેમને વિદેશ જવાની મંજૂરી મળવી જોઇએ નહીં.
અદાલતે હવે રોબર્ટ વાડ્રાની આ અરજી પર ૩ જૂન સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. વાસ્તવમાં મની લોન્ડરિંગ કેસના આરોપી રોબર્ટ વાડ્રાએ દિલ્હીની એક અદાલતમાં અરજી આપી હતી કે તેમના મોટા આંતરડામાં ગાંઠ છે અને તેના ઇલાજ માટે બ્રિટન અને અન્ય બે દેશમાં જવાની મંજૂરી આપવી જોઇએ. રોબર્ટ વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ અદાલતને જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટ અનુસાર તેમના મોટા આંતરડામાં એક નાનકડી ગાંઠ છે.
ADVERTISEMENT
તેઓ સેકન્ડ ઓપિનિયન માટે લંડન જવા ઇચ્છે છે, પરંતુ ઇડીએ વાડ્રાની આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું છે કે તેઓ દેશ છોડીને ફરારા થઇ શકે છે. ઇડીએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ આખરી તબક્કામાં છે અને તેમને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જરૂર પડશે. તેમના પર ગંભીર આરોપ છે. તેમનાં દ્વારા નાદુરસ્ત તબિયતનું જે કારણ આગળ ધરવામાં આવ્યું છે તે એક બહાનું છે. તેના બહાને વાડ્રા એવા દેશોનાં પ્રવાસે જવા માગે છે. જ્યાં તેમણે કાળું નાણું છુપાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.