રાજકોટના જામકંડોરણામાં આંગડિયા લૂંટની ઘટના સામે આવી છે. જિલ્લામાં આવેલા RC આંગડિયા પેઢીમાંથી 10 લાખની લૂંટ થઈ છે. લૂંટારૂઓએ છરી બતાવીને લૂંટ કરી હતી. લોકોની અવરજવર ઓછી હોય તે દરમિયાન લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો. મોટર સાઈકલ પર આવેલા શખ્સો લૂંટ કરીને ફરાર થયા હતા. મોટરસાઈકલ પર આવેલા શખ્સો CCTV કેમેરામાં કેદ થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે CCTVના આધારે તપાસ હાથધરી છે.