દિલ્હીમાં ચાલી રહેલી એમસીડીની ચૂંટણીમાં એક મોટી બેદરકારી સામે આવી છે.
દિલ્હી એમસીડી ચૂંટણીમાં સામે આવી મોટી ગરબડ
ઘણા મતદાતાઓનો દાવો, મતદાન વગર પાછા આવવું પડ્યું
બૂથ ન મળતાં બે કલાક સુધી આમથી તેમ ફરવું પડ્યું
દિલ્હીમાં આજે એમસીડી ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં ઘરોમાંથી મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે, પરંતુ પશ્ચિમ પટેલ નગરમાં ઘણા મતદારોએ દાવો કર્યો છે કે તેમને મતદાન મથક મળ્યું નથી. લગભગ બે કલાક સુધી ફર્યા બાદ તેમને મતદાન કર્યા વગર જ ઘરે પરત ફરવું પડ્યું હતું.
Around 30% of voters turnout recorded till 2 pm in #MCDElections2022: State Election Commission
કલાકો સુધી બૂથ ન શોધી શક્યા મતદાતાઓ
ગુસ્સે ભરાયેલા અને હતાશ મતદારોએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના ચૂંટણી સંચાલનમાં ભારે ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ પટેલ નગરના એક મતદાન મથક પર, કેટલાક મતદારોએ દાવો કર્યો હતો કે તેઓ કલાકો સુધી એક બૂથની શોધમાં ફરતા હતા જ્યાં તેઓએ પોતાનો મત આપવાનો હતો પરંતુ બૂથ શોધી શક્યા ન હતા.
'બે કલાક સુધી પોલિંગ બૂથની શોધ'
એક મતદારે કહ્યું કે તે એક કલાકથી વધુ સમયથી તેના બાળક સાથે ફરતો હતો, પરંતુ હજી પણ તે મતદાન મથક મળી શક્યું નથી. તેમણે કહ્યું કે તેમને અલગ અલગ બૂથ પર મોકલવામાં આવી રહ્યા છે, પત્નીએ મતદાન કર્યું પરંતુ તે ન કરી શક્યા, હવે મારે ક્યાં વોટ આપવો તેની કોઈને ખબર નથી આથી કંટાળીને મારે ઘેર જતા રહેવું પડ્યું હતું.
મહિલાઓ પણ ઠાલવી વ્યથા
અન્ય એક મહિલાને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે તેમના પરિવારના 20 થી વધુ સભ્યોએ પોતાનો મત આપ્યો છે પરંતુ ઘણા લોકો પરત ફર્યા છે કારણ કે તેઓ તેમના મતદાન મથકો શોધી શક્યા નથી. મહિલાએ જણાવ્યું કે, તેઓ માત્ર બે-ત્રણ કલાકથી મતદાન મથકની શોધ કરી રહ્યા છે. તેમણે પૂછ્યું, "જો મત આપવા માટે કોઈ જગ્યા ન હોય તો મત કેવી રીતે આપવામાં આવશે?
Vote for a party that's honest, works for people, not for those creating hurdles: CM Kejriwal after casting his vote in MCD polls
ચૂંટણી તંત્ર સામે યુવાનોમાં રોષ
એક યુવા મતદાતાનું કહેવું છે કે પહેલા એક એપથી ચૂંટણી વિશેની તમામ માહિતી મળતી હતી, પરંતુ હવે તે સ્લિપની જેમ ખોટી પણ છે. "અહીં કોઈ વ્યવસ્થા નથી, પહેલા ચૂંટણી યોજવાની રીત હતી, લોકોને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓને ટ્યુશન માટે મોડું થઈ રહ્યું છે, આવું ટાળવા માટે સારી વ્યવસ્થા કરવાની જરુર હતી.