બ્રેકિંગ ન્યુઝ
VTV / Road ministry issues new rules on road accident reporting for claim settlement
Hiralal
Last Updated: 10:08 PM, 3 March 2022
ADVERTISEMENT
માર્ગ અકસ્માત બાદ મળનારા વળતર અંગે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. પીડિત પરિવારને વળતર માટે વધુ રાહ જોવી પડશે નહીં. કેન્દ્રીય મંત્રાલયે એક નોટિફિકેશમાં જણાવ્યું છે કે હવેથી અકસ્માત પીડિતોને 120 દિવસની અંદર વળતર મળી જશે તેનાથી વધારે રાહ નહીં જોવી પડે, આ નવો નિયમ 1 એપ્રિલથી લાગુ પડશે. મંત્રાલયના આ નિર્ણયથી પીડિત પરિવારોને ફાયદો થશે, જેમને વળતર માટે કોર્ટના ચક્કર લગાવવા પડ્યા હતા. સાથે જ વાહનના વીમામાં વાહનના માલિકનો મોબાઈલ નંબર પણ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
120 દિવસમાં મળી જશે વળતર
માર્ગ પરિવહન મંત્રાલયના નવા નિર્ણય મુજબ વળતર માટેની તમામ પ્રક્રિયા 120 દિવસમાં પૂર્ણ થવી જોઈએ. 120 દિવસની અંદર વિગતવાર અકસ્માત અહેવાલ તૈયાર કરવો પડશે. આ પછી, 30 દિવસની અંદર, વીમા કંપનીએ તેની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. આમ, 120 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વળતર મેળવવામાં વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થશે
બસ એન્ડ કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ગુરમીત સિંહ તનેજાએ કહ્યું કે, સરકારના આ નિર્ણયથી પ્રભાવિત લોકોને ઘણો ફાયદો થશે. આનાથી વળતર મેળવવામાં વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત મોબાઈલ નંબરને વીમા સાથે લિંક કરવાથી વાહનના માલિકને શોધવામાં પણ સરળતા રહેશે. કારણ કે લોકો ઝડપથી મોબાઈલ નંબર બદલતા નથી.
વળતરની રકમ પણ વધારાઈ હતી
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ હિટ એન્ડ રન કેસમાં વળતરની રકમ વધારી દીધી છે. હવે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 12,500 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધી આપી શકાય છે. આ સિવાય હિટ એન્ડ રનથી મોત થવાના કિસ્સામાં 25000થી 200000 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.