બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:09 PM, 20 September 2024
Maharashtra Truck Viral Video : મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આજે એટલે કે શુક્રવારે પુણેના સમાધાન ચોકમાં એક રસ્તો તૂટી ગયો હતો. રોડ ધસી જવાને કારણે મોટો ખાડો સર્જાયો હતો અને થોડી જ વારમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રક ખાડામાં પડી હતી. સદ્દનસીબે આ ઘટનામાં ટ્રક ચાલક અને હેલ્પરનો આબાદ બચાવ થયો હતો. રોડ પર ખાબકતા જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ADVERTISEMENT
ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ
ADVERTISEMENT
રસ્તો તૂટી જવાની આ ઘટના પછી લોકો ભયભીત છે. આ ઘટના પુણે શહેરના સમાધાન ચોક ખાતે બની હતી જ્યાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રક ઊંડા ખાડામાં પડી હતી. જોકે પુણે ફાયર બ્રિગેડે તાત્કાલિક પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. રાહતની વાત એ છે કે, ટ્રકમાં સવાર ડ્રાઈવર અને હેલ્પર બહાર કૂદી ગયા હોઇ ઘટના જીવલેણ બનતા અટકી ગઈ હતી.
આ તરફ હવે સ્થાનિક અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, ટ્રક કેવી રીતે ખાડામાં પડી અને નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.