બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મોડી રાત્રે ઇન્દોર અને તમિલનાડુમાં સર્જાયા બે મોટા ગંભીર અકસ્માત: કુલ 12ના મોત, 15 ઇજાગ્રસ્ત
Last Updated: 08:06 AM, 16 May 2024
બુધવારે મોડી રાતે દેશમાં બે જુદા-જુદા સ્થળે ગંભીર અકસ્માત થયા છે જેમાં કુલ 12 લોકોના મોત થયા છે, જયારે 15 થી લોકો વધુ ઘાયલ થયા છે. એક અકસ્માત મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો, જેમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં ઘૂસી ગઈ, જેમાં 8 લોકોના મોત થયા અને ચેન્નઈ-ત્રિચી નેશનલ હાઈવે પર બીજા અકસ્માતમાં એક લારી અને બસની ટક્કર થતા 4 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેટમા પાસે રતલામ પાસિંગ કાર રોડ પર પાર્ક પડેલા ડમ્પરમાં જઈને ઘૂડી ગઈ હતી. ડમ્પર રેતીથી ભરેલું હતું. ઘટના સ્થળે રેતી વેરાયેલી છે. આ અકસ્માતમાં એક વૃદ્ધ ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
#WATCH | Madhya Pradesh: A road accident on Indore's Dhar Road claimed the lives of 8 people travelling in an SUV.
— ANI (@ANI) May 15, 2024
DSP Rural Umakant Chaudhary says, "We received information of a car accident on the Indore-Ahmedabad Highway in PS Betwa limits. A Bolero SUV had met with the… pic.twitter.com/Lsn3a8u8SU
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, તમામ લોકો કારમાં બાંક ટાંડાથી ગુના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. ઘટના બાદ કાર જે વાહન સાથે અથડાઈ હતી તેનો ચાલક ફરાર થઈ ગયો. હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતક કમલેશ પાસેથી પોલીસ કાર્ડ પણ મળી આવ્યું છે, જેમાં તે શિવપુરીમાં પોસ્ટિંગ છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરી અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માત બાદ ચાલક ફરાર
આ દુર્ઘટનામાં 8 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જેને પોલીસ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ તપાસી રહી છે સીસીટીવી ફૂટેજ
પોલીસના જણાવ્યા અનુસાર જીપ સાથે અકસ્માતમાં સંડોવાયેલા અન્ય અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સ્થાનિક લોકોની પૂછપરછની સાથે સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના નિવેદન બાદ જ સ્પષ્ટ થશે કે આ અકસ્માત કેવી રીતે થયો.
#WATCH | Tamil Nadu: Four people died and more than 15 were injured after a bus collided with a lorry in Maduranthakam on the Chennai-Trichy National Highway as it lost control while trying to overtake. The injured have been taken to Chengalpattu Government Hospital. More details… pic.twitter.com/J7S4W4NXQv
— ANI (@ANI) May 16, 2024
વધુ વાંચો: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
તમિલનાડુમાં અકસ્માતમાં 4ના મોત, 15થી વધુ ઘાયલ
ચેન્નઈ-ત્રિચી નેશનલ હાઈવે પર મદુરંતકમમાં બસ એક લારી સાથે અથડાતાં ચાર લોકોનાં મોત થયાં અને 15 થી વધુ ઘાયલ થયા. ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વાહને નિયંત્રણ ગુમાવતા બસ અને લારીની જોરદાર ટક્કર થઈને અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ઘાયલોને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.