બ્રેકિંગ ન્યુઝ
VTV / Road Accidents in 2021, 4 wheeler, 2 wheeler accidents report
Vaidehi
Last Updated: 11:47 PM, 29 December 2022
ADVERTISEMENT
ભારતમાં ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અને ટૂ-વ્હીલરમાં હેલ્મેટ ન પહેરવાને કારણે લોકોનાં જીવ ગયાં છે. દેશનાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ભારતમાં 2021માં રોડ એક્સિડેન્ટ્સમાં સીટ બેલ્ટ ન પહેરવાને કારણે આશરે 16397 લોકોનું મોત થયું છે તો ટૂ-વ્હીલરમાં હેલ્મેટ ન પહેરવાને કારણે 46593 લોકોએ જીવ ગુમાવ્યો છે.
MoRTHએ રિપોર્ટ જાહેર કર્યો
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય MoRTHએ 'રોડ એક્સીડન્ટ્સ ઇન ઇન્ડિયા-2021' નામની રિપોર્ટ જાહેર કરી છે. જે અનુસાર ભારતમાં 4 વ્હીલર વાહનોમાં સીટ બેલ્ટ ન પહેરતાં જે 16397 લોકોનું મોત થયું છે તેમાં 8438 તો ડ્રાઇવર હતાં જ્યારે 7959 કારમાં બેઠેલા અન્ય યાત્રીઓ હતાં. તો બીજી તરફ ટૂ-વ્હીલરમાં એક્સીડેન્ટનો સામનો કરનારા હેલ્મેટ ન પહેરનારા લોકોમાં 46593 લોકોનું મોત થયું છે જેમાં 32,877 બાઇક ચાલકો અને બાકીનાં 13,716 સાથે બેઠેલા લોકો હતાં.
ADVERTISEMENT
દેશમાં એક વર્ષમાં 4,12,432 રોડ એકસ્માત
રિપોર્ટ અનુસાર દેશમાં 2021માં 4,12, 432 રોડ અકસ્માત થયાં છે. જેમાં 153972 લાખ લોકોનું મોત થયું છે જ્યારે 384448 લોકો ઘાયલ થયાં છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે 2021માં સીટ બેલ્ટ ન પહેરવાનાં કારણે 39231 લોકો ઘાયલ થયાં છે તો હેલ્મેટ ન પહેરવાને કારણે 93763 લોકો ઘાયલ થયાં છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવાથી ભલે દુર્ઘટનાઓને નથી રોકી શકાતી પરંતુ એક્સીડેન્ટની સ્થિતિમાં આ ઉપકરણો ઘાતકી અને ગંભીર ઇજાઓને રોકવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.
સાયરસ મિસ્ત્રીનું પણ થયું હતું મોત
ટાટા સન્સનાં પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની 4 સપ્ટેમ્બરનાં મહારાષ્ટ્રનાં પાલઘરમાં રોડ એક્સીડન્ટમાં મોત થઇ ગઇ હતી. તેમની કાર ડિવાઇડરમાં અથડાઇ હતી. કારમાં સાયરસ મિસ્ત્રી પોતાનાં મિત્રો જહાંગીર પંડોલેની સાથે પાછળની સીટ પર બેઠાં હતાં અને બંનેએ સીટ બેલ્ટ નહોતા પહેર્યાં. બંનેની આ દુર્ઘટનામાં મોત થઇ હતી. જ્યારે ડ્રાઇવર સહિત 2 લોકો ઘાયલ પણ થયાં હતાં. બંને આગળ બેઠાં હતાં અને સીટ બેલ્ટ પણ પહેરેલ હતાં તેથી બંનેનો જીવ બચી ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.